પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
82
સત્યની શોધમાં
 

દીધું કહેવાય, ને તારાથી દાન ન જ લેવાય. કુદરતની આડે મારાથી ન જ અવાય !” શામળના જ શબ્દોનો એ કટાક્ષ કરીને લક્ષ્મીનગરનો મવાલી દાદો બબલો ઊંઘી ગયો. શામળને પણ ભૂખે પેટે ઊંઘ આવી ગઈ.

સવાર પડ્યું. બબલાએ ફરી વાર પેટીમાંથી રોટીનો દાબડો ને રાઈતાં ગાજરનું અથાણું કાઢ્યાં. ગાજરની ચીરના અક્કેક બટકા સાથે રોટલીનો અક્કેક ટુકડો એના મોંમાં બચકારા બોલાવવા લાગ્યો. શામળ ટાંપીને બેઠો રહ્યો.

પછી તો ક્ષુધાએ એટલો બધો અકળાવી મૂક્યો કે એને નિર્ણય કરવો જ પડ્યો. એણે વિચારી જોયું :

આ લક્ષ્મીનગરનો મવાલી બબલો જેટલા જેટલા મુદ્દા કહી ગયો તેમાંનો એક્કેય જૂઠો પાડી શકાય તેવો છે ? ના. એનો જવાબ મારી કને નથી. ત્યારે બીજી વાત. ધુરંધર વિદ્વાન પ્રો. ચંદ્રશેખરના કહેવા મુજબ પણ જિંદગી એક રણસંગ્રામ જેવી છે; જીવવાના જ આ પછાડા છે, ને જેના ગજવામાં નાણાં પડે તે જ સાચો જીતેલો છે. ને આ બધા જીતેલાઓને જો બેકારોની જરૂર ન હોય તો તેઓ એને ભૂખે મારે છે, અથવા જેલમાં પુરાવે છે. ખરું ?

ખરું. તો પછી બેકારોને પણ સામે પોતાનો ટકાવ કરવા વાસ્તે ઈલાજો અજમાવવાનો હક છે ને !

અને પોતાની શક્તિ તથા જીવવાની લાયકી પુરવાર કરવાનો માર્ગ પણ એ જ છે, કે જેના ખીસામાં પૈસા હોય, તેની કનેથી તે સેરવી લેવા. ખરું ?

ખરું. ને ખુદ પ્રો. ચંદ્રશેખર જ પોતાના એક પ્રાચીન તત્ત્વવેત્તાની વાણી ટાંકતા હતા ને ! – કોણ, કોણ એ ? હર્બર્ટ – હર્બર્ટ સ્પેન્સર જ કહી ગયા છે કે “શિકારને પકડવાની કમતાકાત, એટલે જ આદર્શની સિદ્ધિથી પુરુષાર્થનું વેગળાપણું.”

એટલે ? એટલે કે બેકારોએ શિકાર પકડવાની તાકાત બતાવવી