પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮


ગોકુળરાયજી ઘરમાં કામકાજમાં રોકાઈ ગયા હતા, તેથી તેને આવતાં કંઈ વાર લાગી; એટલે વિઘ્નસંતોષીરામ ખીજવાઇને બેાલ્યા, “અરે ! હું આટલી વાર થયા બુમ મારૂં છું ને હજી ગેાકુળરાય કેમ આવતો નથી ?”

પાસે એક બ્રાહ્મણ બેઠો હતો તે તેનું આવું ચીઢ્યું બોલવું સાંભળીને મશ્કરીમાં બુમ મારી ઉઠ્યો, “ભુદેવ ગોકુળરાયજી, અરે દોડો દોડો, શિશુપાળ મહારાજ ક્રોધે ભરાયા છે !”

વિઘ્નસંતોષીરામ તે સાંભળીને બોલ્યો, “એ તમે શું કહો છો ?”

તે બ્રાહ્મણે કહ્યું, “મહારાજ, કંઇ નહીં, એ તો બેઘડીની વાત !”

વિઘ્નસંતોષીરામ મનમાં બહુ વિમાસણમાં પડી ગયા, પણ શું કરે ? એટલામાં ગોકુળરાયજી આવ્યા, તેને જોઇ સાઠ વરસના કોડીલા જીયાવર બોલ્યા, “આવી મજાક ઠઠાની જગ્યાએ હું પરણીશ નહીં, કોઇ મને અત્રે સુખે બેસવા પણ દેતું