પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧

ન ગણાય? પણ ખરાબ રવૈયાને લીધે આજે કુળવાન પૂજાય છે: બીજામાં તો નહીં પણ કન્યા લેવાદેવામાંજ પણ હવે કાળ એવો આવ્યો છે કે કુળવાન કરતાં ગુણવાન વધારે પૂજાશે. બ્રાહ્મણોમાં જે અજાણપણું - અજ્ઞાનનો અમલ સર્વત્ર વ્યાપી રહેલો છે તે વખત જતાં નિકળી જશે, ત્યારે તું જોશે કે કુળપર ગુણ શ્રેષ્ટાસન સ્થાપી બિરાજશે, ને ગુણકીર્તિ યશ ગવાશે.”

“અસ્તુ !” સુંદરીએ કહ્યું, “જો મારી માતા અજ્ઞાન હોત, તે પણ મૂર્ખી હોત, કુળને પૂજનારી હોત, તો મારી અવસ્થા આજે એવી તો થઈ હતે કે હું જીવતી મરતે. પણ હશે, એ વાતનું આજે શું છે ? મારી માતા, મારા સૌભાગ્ય સુખથી સંતોષ પામી, આ સંસારમાં પોતાને જ સારરૂપ માને છે. અને મારા પર તે મહાપ્રતાપી પ્રૌઢ પદવીએ પટાભિષેક થયેલા પરમાત્માની પરમકૃપા હોવાથી મને મહાભાગ ગણે છે. હું તો એ માટે પ્રભુનોજ પાડ માનું છું, ને આજે આ સંધ્યાકાળે