પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪

થયા કરે કે ક્યારેને બનેવીની ખબર લેવા જાઉં; ને બનેવી પાસેથી ઉઠીને થોડીવારે પાછા ઘેર જવું પડશે એવા વિચારથી તે ઘણો ઉદાસ થતો હતો. કોઈ વેળાએ ગુણવંતગૌરી મળતી તો તે સવીતાને કહેતી કે, “તમે ભણો, તમારી આશા પાર પડશે,” એમ કહી તેના ઉત્સાહને વધારતી હતી. કોઇ પણ વખતે તેણે એવી વાત તો કાઢી જ નહીં કે સુંદરી સાથે તેના લગ્ન નહીં થઇ શકશે. તે છતાં ગુણવંતગૌરીએ સુંદરીને મોઢે પોતાના મનની વાત નહીં કહી; કેમકે તે જાણતી હતી કે કોણ જાણે શું થાય, પણ ઉલટું તેતો તેને મોઢે એમજ બોલતી હતી કે એ વિવાહ થવો કેવળ અસંભવિત છે; ને તેના મનને નિવૃત કરવાને તે સદા એજ યુકિત કરતી હતી. માતાએાએ પોતાના સંતાનને સમજાવવા ને તેઓનું કાર્ય પાર પાડવાની આ યુકિત રૂડી છે.

ગોકુળરાયજીએ પોતાના બનેવીને પત્ર લખ્યો હતો, તેનો ઉત્તર દશ દિવસમાં ફરી વળ્યો. વિગ્રહાનંદે તેમાં જણાવ્યું હતું કે એક માસનો