પૃષ્ઠ:Savita-Sundari.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
પ્રકરણ ૪ થું.
આશા ને નિરાશા.
“ફલક તૂને ઇતના હંસાયા ન થા,

કિ જિસકે બદલ યોં ફુલાને લગા.

[હસન.

સવીતાશંકર હંમેશા જે સમયે પોતાના બનેવીની ખબર લેવાને જતો હતો, તે સમય ચુકાવીને તે આજે સંઝ્યા સમયે તેને ઘેર ગયો. સુંદરીના પિતાપર જે પત્ર લખ્યો છે તેને દશ દિવસ વિતિ ગયા છે, ને જો આજે તેનો પ્રતિઉત્તર આવ્યો નહીં તો સુંદરી સાથે પોતાના લગ્ન થશે એમ તે ખાત્રીપૂર્વક માનતો હતો. આવા વિચારમાં તે આખો દિવસ ચિંતાતુર રહ્યો હતો, તેથી આજે તે સંઝયાકાળે બેહેનને ઘેર આવ્યો; ને ધાર્યું કે સંઝ્યાકાળે ત્યાં બે ત્રણ કલાક બેસીને સુંદરીના પિતાના પત્રની ખબર કાઢ્યા પછી ત્યાંથી જવું.

રસ્તામાં તે વિવાહ-લગ્નનોજ વિચાર કરતો હતો. તેના મનમાં આ શ્લોકનું સ્મરણ થઇ આવ્યું: