પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

आवन्नविन्ह तेजायां तावदर्ध्दो भवेत् पुमान् ।

यत्रबालै: परिवृतं श्मशानमिव तद्‍गृहम् ॥

“નિશંક, આ સત્ય છે, જ્યાં સુધી સ્ત્રી ઘરમાં નથી ત્યાં સુધી ઘર નિસ્તેજ અને ખાવા ધાય તેવું છે.”

આવા વિચારમાં ગુંથાયલો તે પોતાના બનેવીના ઘર આગળ આવી પહોંચ્યો ને બારણું ઠોક્યું. સવીતાની બેહેને આવીને બારણું ઉઘાડ્યું, તો જણાયું કે આજે તેની બેહેનનું મોઢું ખીન્ન જણાય છે. પણ આ વખતે સવીતાશંકરનું મન સુંદરીમય હતું એટલે તેના મનમાં બીજા વિચારને રહેવાને સ્થાન હતું નહીં. તેથી તેના મનમાં, પોતાની બેહેનનું મન કંઈ વિલક્ષણ છે એમ આવ્યું જ નહીં. તે આગલા દિવસોની માફક પોતાના બનેવી પાસે જઇ બેઠો, ને પૂર્વાપેરે ગુણવંતગૌરી અથવા બીજા કોઇના મોઢાથી શું વૃત્તાંત બન્યો છે તે જાણવાને તે ઉત્કંઠીત થઈ રહ્યો. પણ આજે તેની પાસે આવીને કોઇ સમાચાર કહે તેમ જણાયું નહીં. સવીતાનું મન ઉથલપાથલ થઇ રહ્યું, ને તેથી