પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮

તેનો બનેવી જે કંઇ બોલતેા હતો તેનો એક પણ શબ્દ તેના કાનમાં પ્રવેશ કરી શકતો નહોતો. તેનો બનેવી એકાદ પ્રશ્ન પુછીને તેના ઉત્તર માટે રાહ જોતો હતો. પણ સવીતાશંકરે વાત જ સાંભળેલી નહીં એટલે તે ઉત્તર શો આપે ? ઘણું થતું તો તે માત્ર “હાં, પછી,” એમ કહેતો અને વખતે તે હાની જગ્યાએ ના ને નાની જગ્યાએ “હા બરાબર છે,” એમ યદ્‌વા તદ્‌વા બોલાઇ જતું હતું.

સવીતાશંકરનો બનેવી આ પ્રમાણેનું તેનું ચંચળ-વિકળ મન જોઇને ઘણો આશ્ચર્ય પામ્યો; પણ તે આનું કારણ સારી રીતે જાણતેા હતેા. પરંતુ મુદ્દાની વાત કહીને સવીતાને દિલગીર કરવો નહીં એવા વિચારથી તે મૌન્ય ધરી રહ્યો પણ જે વાત ચાલતી હતી તે વાત બંધ કરી ને તે તુરત તો અબોલ રહ્યો. સાંઝ બરાબર થઇ. સઘળે દિવા બળવા લાગ્યા. અને સવીતા ને તેનો બનેવી જ્યાં બેઠા હતા ત્યાં આવીને એક ચાકરડી દીવો પ્રકટાવી ગઇ. તે પછી તેણે ચારે તરફ નજર કરી તો સૌ ચિંતામાં જ્યાં ત્યાં બેઠા હતા, ને