પૃષ્ઠ:Savita-Sundari.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦

હોય તો પણ તેનું લેખુંજ નહીં. આથી ઘણી જ્ઞાતોમાં - બ્રાહ્મણ વાણીયા સર્વેમાં - કુળને કન્યા પરણાવાથી સ્ત્રીઓની અવસ્થા ઘણી દુર્બળ જણાય છે.

માતાપિતાનું કર્તવ્ય એજ છે કે પોતાના દિકરાદિકરીઓને સુખ મળે તેમ કરવું. પણ આવું કેટલા સમજે છે ? સંતાનોનું સંસાર સુખ એ શું છે તે ઘણા થોડા સમજે છે. લહાવો લેવો, ને તેને માટે જ્યાં ગમે ત્યાં બાળકોને ફેંકવામાં આવે છે. દશ વરસના છોકરા સાથે પંદર વરસની છેાકરી, મૂર્ખ વર સાથે ભણેલી ગણેલી ડાહી વહુ, રૂડા સાથે ભુડી ને ભુંડા સાથે રૂડી, રૂપવાન સાથે કુરૂ૫ડી ને એબીએળ સાથે બત્રીશ લક્ષણેપુરાના વિવાહ કેટલા બધા થાય છે- તેનો વિચાર કરતા કમકમાટ છુટે છે. આવા ઘણા જોડા છે- ને ઘણા કહે પણ છે કે કાગડો દહીથરૂં લઇ ગયો, પણ ઘડી પછી તે વિચાર નિઃસત્વ થાય છે. જાણે વિચાર સુન્યજ હોય.

ગુણવંતગૌરી પોતાની પુત્રીના કલ્યાણ માટે ઘણી કાળજી રાખનારી હતી, ને તેના મનમાં કુળાભિમાન