પૃષ્ઠ:Savita-Sundari.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આંખમાં મોતીઓ આવ્યો છે, ને તેથી તેનાથી દેખાતું નહોતું. તે આંખનું ઐાષધ કરવાને અમદાવાદથી વડોદરે આવ્યો છે. પહેલા આંખમાંથી મોતીઓ કાઢવા જેવો નહોતો, કેમકે તે અપક્વ હતો, ને તેથી ડાકતર ભાલચંદ્રે તેને થોડા દિવસ અત્રે રહેવાનું કહેવાથી તે રહ્યો છે. હમણા એક આંખનો મોતીઓ પાકો થવાથી તે કાઢયો છે. ડાક્તરે જણાવ્યું હતું કે એક આંખ સારી થયા પછી બીજીને સુધારવામાં આવશે. જ્યારે સવીતા નડીયાદ ગયો યારે મંદિરાનંદની એક આંખ તદન સારી થઇ ગઇ હતી, તો પણ ડાક્તરે તેને લખવાવાંચવા વગેરે જે કામથી આંખને સ્થિર રાખતા શ્રમ પડે તે કામ કરવાને સાફ મના કરી હતી. સવીતા જેટલા દિવસ વડોદરામાં હતો તેટલા દિવસ નિત્ય તેની ખબર લેવા આવતો હતો, ને તેની સાથે વાતચિત કરીને તથા સેતરંજ વગેરે રમીને તેને ગમત આપતો હતો. પણ સવીતાશંકર વડોદરા છોડી ગયો તે પછી મંદિરાનંદને એકલા રહેવું ઘણું ભારી થઇ