પૃષ્ઠ:Savita-Sundari.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ ગુણને ઠેસ મારનારા ઐદિચ સહસ્ત્ર બ્રાહ્મણ છે.

વડોદરાએ ગાયકવાડની રાજનગરી છે, ત્યાંની કન્યાશાળાને દિવાન મણીભાઈએ, કેળવણીખાતાવાળા હરગોવિંદદાસને સહાયમાં રાખીને, ગાયકવાડ મહારાજ શિયાજીરાવની સંમતિથી અપૂર્વ બનાવી દીધી છે.

સુંદરીએ આ કન્યાશાળામાં બહુ ચિત દઇને અભ્યાસ કીધો છે. તેનો હજી વિવાહ થયો નથી. સુંદરી ભણેલી ગણેલી હોવાથી તેના વિચાર ઘણા સુધરી ગયા છે, તે ઘણી સમજુક છે, પણ વયે પહોચવાથી હવે તે ચિંતામાં પડી છે.

વસંતઋતુનો સમય છે, ને મંદ મંદ પવન આવે છે તેટલું છતાં સુંદરીના પ્રફુલ્લ શતદળ સદૃશ મોઢાની પ્રભા ક્ષીણ થઇ છે. તેના નેત્રના પક્ષ્માગ્રભાગમાં બેચાર મોતી જેવા અશ્રુબિંદુ જણાય છે. નેત્રમાંથી પડેલા અશ્રુઓ ગાલ અને પગ ઉપર પડીને મેઘમાળાપેરે શોભી રહ્યા છે. ઉજ્વળ ગૌર કાંતિ વિદ્યૂતની પ્રભાપેરે વિકર્ણ ઝળકી રહી છે. આ વખતે સુંદરી નિચું માથુ