પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરીને રડતી હતી. એટલામાં તેના કાનપર કોઇ શબ્દ સંભળાયા. સુંદરી ચમકી ઉઠીને બારણા તરફ નજર કરી; તો જણાયું કે તેની માતા ગુણવંતગૌરી તેની તરફ આવે છે. આ જોતાંજ સુંદરીઓ આંખો લુછી નાંખી ને સેાય લઇને શીવવાને મંડી પડી. ગુણવંતગૌરીએ ઓરડામાં પેઠા પછી ચારે તરફ નજર કીધી ને જ્યાં સુંદરી બેઠી હતી ત્યાં ગઇ. સુંદરીએ મોઢું ઉચું કરીને જોયું નહીં, પણ તે તો જાણે સીવવામાંજ રોકાઈ ગઈ હોય તેમ સીવીજ ગઇ. તે પરથી તેની માતાએ ધાર્યું કે તે સીવવામાંજ રોકાઇ છે, ગુણવંતગૌરી થોડીકવાર તો ચૂપ બેસી રહી, પણ ઘણીવાર થઇ ત્યારે બોલી, “અલિ સુંદરી, આજ કેમ તું મુંગીજ બેસી રહી છે?”

સુંદરી મોઢું ઉંચું કરીને હસી, ને ધાર્યું કે મારા હસવાથી, માતા મારા મનનો ઉદ્વેગ ને ભાવ સમજી શકશે નહીં, પણ તેની આ ચેષ્ટા નિષ્ફળ ગઇ. ગુણવંતગૌરીએ તેના મોઢાપર વિખિન્નતાના ચિહ્ન ખુલ્લા જોયા, એટલે ફરીથી