પૃષ્ઠ:Savita-Sundari.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯

કલંક ચઢાવશો ? શું મેં પસંદ કરેલો જમાઇ, જે કુળવાન છે, ન્યાતમાં અગ્રગણ્ય છે તેને વિલે મૂખે પાછો કાઢશો ? બસ, હવે તો આ જીવજ કાઢીશ.”

ગોકુળરાયજીએ તેને ઘણી ઘણી રીતે વિનવ્યો, તેને સમજાવ્યો, કે આવા મૂર્ખને કન્યા આપવા કરતાં, ને કન્યાનું અકલ્યાણ હાથે કરીને હોરવા કરતાં, કોઈ યોગ્ય પુરૂષને કન્યા આપે તો ઠીક. પણ કુળના અભિમાનમાં દટાયલો વિગ્રહાનંદ કંઈ પણ સમજ્યો નહીં. પછી ગોકુળરાયજી પોતાની બેહેન પાસે ગયા, ને તેને કંઈક રીતે સમજાવી ને કહ્યું, “કોઈ રીતે આ તારા પતિનું કુળ રહે તેમ કર. એ પ્રાણત્યાગ કરશે તો અમારા ઘરને સાત પેઢી સુધી દાઘ ચેાંટશે.”

ગુણવંતગવરીએ કહ્યું, “ભાઈ, તમો પણ એ કૂળકૂળ શું બકો છો ? એવા કુળવાનને હું મારી કન્યા કદી પણ આપીશ નહીં.”

ગોકુળરાયજીએ કંઈક વિચાર કરીને કહ્યું, “બેહેન, તું કહે છે તેમ કરીશું, હું કસમ લઉ છું કે