પૃષ્ઠ:Shobhana.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨: શોભના
 

ઘડીકમાં તાળીઓ પડતી, ઘડીકમાં પગધબકારા થતા ઘડીમાં રણ ગર્જનાને ભુલાવે એવી સિસોટીઓ વાગતી તો ઘડીમાં માનવી કે પશુપક્ષીમાંથી કોઈને પણ ન આવડે એવા વિચિત્ર ઉદ્દગારોથી વિદ્યાર્થી સભ્યોમાં હાસ્યનાં મોજાં ઊછળતાં આંખ મીંચીને આવનાર એમ જ જાણે કે અહીં કોઈ મહાસંગ્રામની તૈયારી થઈ રહી છે, ફરજિયાત શારીરિક કેળવણીથી ભય પામતા વિદ્યાર્થીઓ આવા પ્રસંગોમાંથી કેવો વીરરસ કેળવે એ સમજી શકાય એમ છે.

સભાના અગ્ર ભાગના એક વિભાગમાં કૉલેજની વિદ્યાર્થિનીઓનું એક જૂથ બેઠેલું હતું, સોગન ખાઈ શકાય એવી સાદાઈ પાછળ આકર્ષણની અદ્ભુત જાળ ગૂંથવાની આવડતવાળી વર્તમાન યુવતી વિદ્યાર્થીઓના આવા ધાંધળથી બહુ વ્યાકુળ બનતી નથી. ક્વચિત્ હસતી, ક્વચિત્ નાખુશી બતાવતી. ક્વચિત્ ઉપેક્ષા કરતી વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓની અર્થહીન વેવલાશ અને નિરંકુશ છતાં પોકળ ઊભરાઓમાં હજી સમાન હક્ક માગતી હોય એમ લાગતું નથી.

પ્રોફેસરે પ્રોફેસરે વિદ્યાર્થીઓ તાળીઓ પાડતા કેટલાક પ્રોફેસરો પોતાને મળતી તાળીઓથી હસતા. કેટલાક વિદ્યાર્થીના છિછલ્લા વર્તનથી ગંભીર બની જતા અને કેટલાક સાચા વેદાન્તી પ્રોફેસરો તાળીઓની માયાને મિથ્યા માની અલિપ્ત જ રહેતા.

કૉલેજો આપણા વિદ્યાસ્થાનો હોય, પાઠશાળાઓ આપણા સંસ્કારની ગંગોત્રીઓ હોય અને પ્રાચીન ગુરુકુળ - અરે ગયા યુગની કૉલેજનો કોઈ શિક્ષિત પુરુષ વર્તમાન સભાસ્થાનો જુએ તો તેને પ્રથમ દર્શને એમ જ લાગે કે આજનાં વિદ્યાસ્થાનોની વિદ્યા વંઠી ગઈ છે, અને આજના સંસ્કાર ગંગોત્રીના મૂળમાં કાંઈ વિષ રેડાયું છે.

છતાં એ જ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના સંઘની પાછળ જગતનું ભાવિ ઘડાયે જાય છે અને ઘડતરમાં વિષ રેડાયું હોય તો ક્યાંથી રેડાયું એ પ્રશ્ન ઊભો જ રહે છે. વિદ્યાર્થી અવસ્થા વટાવી ગયેલી આગલી પેઢીને વિદ્યાર્થીઓ ઘડતાં આવડવું નથી એમ આરોપ આવે પણ ખરો.

બાહ્ય તોફાનોની પાછળ આજ વિદ્યાર્થીવર્ગ એક મહાપ્રશ્ન વિચારી રહ્યો હતો: હસતે હસતે વિચારી રહ્યો હતો કે 'સ્ત્રી અને પુરુષના હક્ક સમાન હોઈ શકે ?'

નિવૃત્ત થવાની અણી ઉપર આવેલા એક વિધુર પ્રોફેસર સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા સ્ત્રીના હક્ક પુરુષ જેટલા રાખવાની તેમને હવે કાંઈ હરકત આવે એમ ન હતું - ઘરમાં તેમ જ નોકરીમાં. અશાંત