પૃષ્ઠ:Shobhana.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪: શોભના
 

હતી.

પરંતુ વિદ્યાર્થીનીઓને આ વ્યાખ્યાન રુચ્યું નહિ. તેમની સંખ્યા ઓછી હતી એ વાત ખરી, વિદ્યાર્થીઓ જેટલું તોફાન તે કરતી નહિ એ વાત પણ સાચી; પરંતુ એનો અર્થ એમ નહિ કે વિદ્યાર્થિનીઓની સંખ્યા ભવિષ્યમાં વધી ર્વિદ્યાર્થીઓની બરાબરી ન કરી શકે. અને તેમ થાય તો તોફાનની શક્તિમાં પુરુષવર્ગ કરતાં ઊતરતું સ્થાન લેવાની તેમની તૈયારી ન જ હોય, પુરુષો વિરુદ્ધની અનેક દલીલો વિદ્યાર્થીનીઓના હૃદયમાં સળવળી રહી. ચંપલ પછાડવા માટે તેમના પગ વેગવાન બનતા હતા, અને જરૂર પડ્યે કયુટેક્સથી રંગી લાલ બનાવેલા અને ખાસ ઓજારથી સ્વચ્છ અને અણીદાર બનાવી આગળ વધારેલા કલામય નખ આયુધ તરીકે ન જ વાપરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી ન હતી.

પરંતુ હજી સ્ત્રીજાતિએ પુરુષ સરખા હક્ક માગ્યા છતાં ઘણા હક્ક વાપર્યા નથી. હૃદયના ભાવ વિદ્યાર્થિનીઓએ આછા સ્મિત નીચે છુપાવી રાખ્યા. માત્ર એક વિદ્યાર્થિનીના હૃદયે તેના પગને વેગ આપ્યો. તેણે ઊઠી વ્યાખ્યાનસ્થાન તરફ જવા માંડ્યું.

પાછો તાળીઓનો વરસાદ વરસ્યો. એ વરસાદ માનવાચક ન લાગ્યો. વિદ્યાર્થિનીઓ પ્રજળી ઊઠી છતાં શાંત રહી શકી. પ્રમુખે હાથ ઊંચા કર્યા સહુને શાંત પડવા વિનતિ કરી, ધમકી આપી, મેજ પછાડ્યું અને સભા છોડી જવાની બહુ થોડા સાંભળી શકે એવી બીક બતાવી એટલામાં એ વિદ્યાર્થિની જરા પણ ભય વગર પ્રમુખની પાસે આવી ઊભી રહી. તેણે પણ તાળીઓના વરસાદને વરસી જવા દીધો. સહજ શાંતિ થતાં, પ્રમુખે કહ્યું:

'સ્ત્રીઓ પ્રત્યે સભાએ વધારે સારું વર્તન રાખવું જેઈએ.'

“ના, ના !” પોકારો વિદ્યાર્થીઓમાંથી ઊછળી આવ્યા: “સમાન હક્ક, સરખા હક્ક, સરખું વર્તન !” એવા જવાબ પ્રમુખને મળ્યા.

“હું પુરુષોની તલપૂર પણ મહેરબાની માંગતી નથી. પ્રમુખ સાહેબ !" વિદ્યાર્થિનીએ પોકારો વચ્ચે પોતાના વ્યાખ્યાન માટે સ્થાન મેળાવી શરૂઆત કરી. "બેસી જા" "બહુ થયું" "પરણ્યા પછી બોલજો" જેવા વિદ્યાર્થી જતગતની શિષ્ટતા દર્શાવનારા ઉદ્‌ગારો સંભળાતા હતા, છતાં તેમને ન ગણકારી તેણે સહુના ધ્યાનને ખેંચવા માંડ્યું. અને જોત જોતામાં તેણે સહુના ધ્યાનને સર કર્યું. તેનો રણકારભર્યો મધુર અવાજ, છટારહિત છટા, પુરુષજાતિ ઉપરના પ્રહારો અને સ્ત્રીજાતે માનવ સંસ્કારમાં આપેલા ફાળાનો ઈતિહાસ તેના વ્યાખ્યાનને આકર્ષક બનાવી રહ્યાં હતાં. તેણે