પૃષ્ઠ:Shobhana.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૪૭
 

સ્ત્રીઓ પણ સાથે હતી, એ સઘળું ટોળું સામ્યવાદના સિદ્ધાંતોથી ઝગમગતું, અને એલીસ, ક્રુડ, જંગ વગેરે કામશાસ્ત્રીઓના વિસ્તૃત વાચનથી ઘડાતી નવીન નીતિના પ્રતીક સરખું હતું. યુવકયુવતી સાથે ફરે, એકલાં ફરે, હાથ ઝાલીને ફરે, ગળે હાથ નાખીને ફરે એમાં તો તેમને હરકત હોઈ શકે જ નહિ, તેઓ જાતીય સંબંધની સરળતાભરી વાતોથી ન અટકતાં, પ્રયોગાત્મક જીવનનો અનુભવ કરે એવી સાહસવૃત્તિ ધરાવતાં હતાં.

શહેરી ઉદ્ધારકોને ગળે હાથ ભેરવી ફરતાં જોતા ગામડિયાઓને તેમની જુનવાણી મૂર્ખાઈએ સૂચવ્યું કે આમ ફાટ્યાં ફરનારથી ઉદ્ધાર થાય એમ નથી.

‘આવાં માણસ ગામમાં ન જોઈએ.’