પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સર્વ ધર્મ સમાન
 


સંસારમાં હંસ પણ છે, કાગડા પણ છે. કાગડાઓને દેશનિકાલો આપી એક્લા હંસને રાખી શકતા નથી.

સારા ભેગું ખરાબ હોય છે. પ્રેમ હોય ત્યાં ઈર્ષ્યા પણ હોય છે.

મહારાજ સિદ્ધરાજના રાજ્યની બધે બોલબાલા થઈ રહી હતી. દૂરદૂરના પ્રવાસીઓ ગુજરાત જોવા આવતા. અહીંના અજબ નરો, અલબેલી નારીઓ, ક્લા, સ્થાપત્ય ને વિદ્યા જોઈ બધા છક્ક થઈ જતા.

એથી વધુ છક્ક થતા ધર્મની બાબતમાં મનની મોટાઈ જોઈને ! નહિ તો જેમ પક્ષના ઝઘડા દુનિયામાંથી આથમ્યા નથી, એમ ધર્મના ઝઘડા પણ ક્યાંય શાંત થયા નથી ! અને એમાં પણ રાજા જ્યારે કોઇ ધર્મનો પક્ષ લે, ત્યારે તો ધર્માંધ લોકોનું ચઢી વાગે છે.

અહીં એવું નહોતું કે-

રાજાને ગમતા દેવને સહુ માને !

રાજાને રુચતો ધર્મ સહુ પાળે !

મહારાજા સિદ્ધરાજનો કુળનો ધર્મ શૈવધર્મ ! સોમનાથ મહાદેવ એમના

૧૧૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ