પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


Sidhraj Jaysinh Novel - Pic 47.png
જય સોમનાથ
 

દીકરાએ તો દેશમાં ડંકો દીધો.

બાપદાદાના વખતથી સોરઠ સાથે ઝઘડો ચાલતો હતો. પાડા-પાડી લડે ને ઝાડનો ખો નીકળે, એમ સોરઠ-પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો.

સોરઠ જિતાયું ને એ ત્રાસ ટળ્યો ! બધે કડક બંદોબસ્ત કર્યો.

દીકરાએ બાપથી સવાયું નામ કાઢ્યું !

કઈ માતાને દીકરાનાં પરાક્રમથી પોરસ ન ચઢે ! માતા મીનળદેવી મનમાં ખૂબ હરખાયાં કરે.

મીનલદેવીના મનમાં ઘણા વખતથી સોરઠ જોવાની ઇચ્છા હતી; દ્વારકાધીશનું દેરું જુવારવાની ભાવના હતી; સાગરકાંઠો નિહાળવાની આકાંક્ષા હતી; તલવારની ધાર સરખી તેજસ્વી સોરઠિયાણીઓને જોવાની ઇચ્છા હતી.

ગીરના વંકા ડુંગરા અને સેંજળ ઝરણામાં પાણી પીતા સાવજ તો એની કલ્પનામાં હમેશાં રમતા.

૬૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ