પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪:સ્નેહસૃષ્ટિ
 

રહેવું છે ? યુ. જી. શું તેની તને ખબર નથી ? આપણે બંને એક વખત યુ.જી. હતા એ તને યાદ પણ નથી શું ?’

‘મને ફરી સમજાવ; મારી બુદ્ધિ જરા જડ બનતી જાય છે.’

‘યુ. જી. એટલે અંડર ગ્રાઉન્ડ - ભૂગર્ભમાં ઊતરી જવું તે ! અજ્ઞાતવાસ ! કોઈની આંખે ચડ્યા વગર, કોઈથી પકડાયા વગર આપણું કાર્ય ચલાવ્યે રાખવું તે !’

‘હાં હાં, હું સમજ્યો હવે… મને કોઈએ કહ્યું પણ હતું… પરંતુ આમ ખુલ્લે રસ્તે તું અવરજવર કરીશ તો તારો અજ્ઞાતનિવાસ બહાર પડી જશે.’

‘એ જ ખૂબી છે ને ! પોલીસ પાસે થઈને જાઉં પણ પોલીસ મને ઓળખી જ શકે નહિ ને !… હવે હું તને એક વાત પૂછું… તું તો પેલા શેઠિયાના બંગલામાં જ જાય છે ને ?… અહીંથી દેખાય છે એ !’

‘હા. મારે એને ઘેર નોકરી કરવી પડશે… એમ લાગે છે.’

‘બરાબર. એ ગોઠવણીની પાછળ અમારો હાથ છે એ તું જાણે છે ?’

‘ના, ભાઈ ! તમે અટલ સામ્યવાદીઓ અમારા ઈશ્વર જેવા જ કદી કદી અગમ્ય બની રહો છો. ઈશ્વરની માફક સામ્યવાદનો હાથ ક્યાં ન હોય એ કહી શકાતું નથી.’

‘ભલે ! તું હસતો રહે અમને. પણ છેલ્લું હાસ્ય અમારું જ છે… રાવબહાદુરને ત્યાં તને ગોઠવ્યો ત્યારે તું વળી મધુકરને લેતો ગયો… અને મધુકર જ્યાં જાય ત્યાં પ્રેમનાં થાણાં જ સ્થાપી આવે…’

‘મધુકરને તમે ઓળખવા માંડ્યો એ ઘણું સારું થયું…’

‘પણ જો, હવે આ તારી ગોઠવણ થાય છે… એમાં તું મૈત્રી અને પ્રેમનાં ભૂત પાછાં ઊભાં કરીશ… તું સામ્યવાદમાં અમુક રીતે તો માને જ છે ને ?’

‘હા, કેમ નહિ ? રશિયા અને ચીન સરખા દેશોએ જે વાદને સ્વીકાર્યો એને હસી તો શકાય જ નહિ. માત્ર મારે બે જ વાંધા છે… મૈત્રી અને પ્રેમનાં ભૂત તો મારી આસપાસ ભમવાનાં જ.’

‘એ ઠીક… પરંતુ પાછો મધુકરને ખેંચતો ન બેસીશ… રાવબહાદુરને ત્યાંનું વાતાવરણ બગાડનારા જ એ.’

‘એણે શું કર્યું એવું ?’

‘બન્ને - રાવબહાદુર તથા તેમનાં પત્નીને સામ્યવાદ વિરોધી બનાવી દીધાં… જે રકમો મળતી હતી… સાચેખોટે નામે… તે મધુકરે બંધ કરાવી