પૃષ્ઠ:So Taka Swadeshi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સો ટકા સ્વદેશી

સેા ટકા સ્વદેશી કે મળતી હોય તે ઉઘાગા મારફતે બનેલી ચીન્તને સ્વદેશીમાંથી બાતલ રાખવામાં આવશે.’ આ સૂત્રથી સ્વદેશીનું કામ કરનારાઓમાં ખળભળાટ થઈ ગયા. એટલે ગાંધીજી ૧૯૩૪ના જૂનમાં જ્યારે હરિજન યાત્રા દરમ્યાન મુંબઈમાં આવ્યા ત્યારે સ્વદેશી સધના કેટલાક કા કર્યાં અને ગાંધીજીની વચ્ચે એ વિષે ચર્ચા થઈ. એ ચર્ચામાં ગાંધીજીએ જે વિચારો દર્શાવ્યા તે સારરૂપે નીચે આપ્યા છે. ચ'દ્રશંકર શુક્લ ] મેં સ્પષ્ટ શબ્દોમાં કહેલું છે કે મારું સૂત્ર સ્વદેશી સંઘના માર્ગદર્શનને સારુ જ છે. એમાં સ્વદેશીના આખા ક્ષેત્રના સમાવેશ કરવામાં નથી આવ્યા. એમાંના ફક્ત સંધને સૂચના કરેલી છે કે તેણે પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા આંકવી, અને મેટા સંગતિ ઉદ્યોગોને કારે મુકીને નાના, ખાસ કરીને ગામડાંમાં ચાલતા, ઉદ્યોગેાના ઉત્તેજન અને પ્રચારને સારુ કામ કરવું. મેટા ઉદ્યોગાને ઉતારી પાડવા, અથવા તો તેમણે દેશને જે લાભ કર્યો છે કે ભવિષ્યમાં કાન ગણતરીમાં જ ન લેવા, એ ઉદ્દેશ આ સૂચનામાં રહેલા નથી. પણ સ્વદેશી સંઘ જેવી સંસ્થાએ અત્યારસુધી જેમ આ ઉદ્યોગોના સ્વેચ્છાએ બનેલા એજંટ તરીકે કામ કર્યું છે. એમ કરવાની જરૂર નથી. એ ઉદ્યોગ પાસે પુષ્કળ સાધનસામગ્રી પડેલી છે, ને તેઓ પાતાની સંભાળ ભરાબર લઈ શકે એમ છે. સ્વદેશીની ભાવના દેશમાં પૂરતા પ્રમાણમાં ફેલાયેલી છે, એટલે સ્વદેશી સંઘેાન! પ્રયત્ન વિના પણ એ ઉદ્યોગોને મદદ થઈ જ રહી છે. આ સુધાએ જ ઉપયોગી નીવડવું હાય તા જે ઉદ્યોગો મૃતપ્રાય દશામાં આવી પડ્યા છે ને જે જીવવાન કાંકાં મા રહ્યા છે. તમને ઉત્તેજન આપવામાં ન તેમના માલના પ્રચાર કરવામાં તેમણે પાતાની સ શક્તિનો ઉપયાગ કરવા જોઇ એ.