લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
સોરઠી બહારવટીયા
 

“હં, હજી ફરી એક વાર કહો તો !”

ફરીવાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું: –

બારે બીલેસર તણું, ઉપર મોઢા એક
ત્રેપરજાંની ડેક, નાથા તેં રાખી નકુ!

તેરે તેં તરવાર, કછીયું હું બાંધી કડ્યે,
હવ્ય લેવા હાલાર નાખછ ધાડાં નાથીઆ !

[અત્યાર સુધી તો તેં આ કચ્છમાંથી આવેલા જામને માટે કમ્મરે ત૨વા૨ બાંધી હતી. પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે.

ચૌદે ધર લેવા ચડે : ખુમારા ! ખરસાણ,
(એને) ભારે પડે ભમાણ નગ૨ લગણ નાથીઆ !

[દુશ્મનોની સેના તારા ઉપર ચડાઇ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કિલ પડે છે.]

પંદરે તું ને પાળ, ભડ મોટા આવી ભરે,
ખત્રી હવ્ય ખાંધાળ, ન કરે તારી નાથીઆ !

[મોટા મોટા સમર્થ ગામધણીઓ પાતાનાં ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે. તારી છેડ હવે કોઇ ક્ષત્રિય કરતો નથી.]

સોળે નવ સરઠું તણા બળીઆ દંડ છ બાન,
કછીયું તોથી કાન નો રે ઝાલ્યા નાથીઆ !

[આખા સોરઠના મોટા મોટા માણસોને કેદ પકડીને તું દંડ વસુલ કરે છે.]

સતરે શૂરાતન તણો આંટો વળ્યો અછે
બાબી ને ઝાડો બે (તેને) તેં નમાવ્યા નાથીઆ !

[શુરાતન એવું તો તને આંટો લઇ ગયું છે, કે તેં જૂનાગઢના નવાબ બાબીને, તથા નગરના જામ જાડેજાને, બન્નેને તોબાહ પોકરાવી છે. ]