પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
સોરઠી બહારવટીયા
 


“વાત શું ? જે દિ'નું મોટા રાણાનું ગામતરૂં થયું, ને કુંવર ભોજરાજજી ઘોડીએ હતા, તે દિ'નો ઓતો ગાંધી માને સારતો નથી. રાજમાં પોતાનું ધાર્યું જ કરતો આવે છે. માનો તો વકર જ કાઢી નાખ્યો. માને ખાસડા બરાબર કરી મેલ્યાં. માને લાગી ભે'..કે ઓતો ગાંધી ક્યાંક કુંવરને મારી દેશે. એટલે માએ અમારો ઓથ લીધો. અમે માને અને કુંવરને ભાણવડ લઈ ગયા. આજ એ વાતને બાર વરસ વીત્યાં. હવે તો એજન્સીમાં પણ ઓતા ગાંધીને મુતરે જ દીવા બળે છે. એટલે રાણો તો ગાદીએ આવે ત્યારે ખરા ! કોને ખબર, દેશવટે જ મા-દીકરાની આવરદા પૂરી થશે, કેમકે જેઠવાના ભાયાતો પણ એ વાણીયાની ભેરે થઈ ગયા છે ભાઈ !”

“ઠીક ! લાલા જોશી ! અને પુંજા ચાંઉ ! ઝાઝી વાતુંનાં ગાડાં ભરાય. માને જઈને સાબદાં કરો, કુંવરને પણ તૈયાર રાખો. બેનની રાખડીના બદલામાં નાથીયાનો કોલ છે કે જો મોઢવાડીયાના પેટનો જ સાચેસાચ પાકયો હોઉં, તો તો આજથી એક મહિને ઓતા ગાંધીનાં હાંડલાં અભડાવે દઈને, અને ભાયાતુંને મોઢે ચુનાના પાવરા ચડાવેને પોરબંદરના તખતને માથે આપણા બાળા રાણાને મારે સગે હાથે ટીલાવું છું. નીકર પછી. નાથીયાને બે બાપનો જાણજો.”

બન્ને રાજદૂતોએ બારવટીયાના અંગનાં રૂંવે રૂંવે પોતાની બાજીની મનધારી અસર નજરોનજર દીઠી. ને બન્ને જણા બરડા ઉપરથી ઉતરીને ભાણવડ પહોંચી ગયા. આ બાજુ નાથાએ સોરઠમાંથી વીણી વીણીને એક હજાર મકરાણીઓને ભેળા કર્યા. અને ઓતા ગાંધીને સંદેશો મોકલ્યો કે “રાજકુંવર અને રાજમાતાને સંતાપતા આળસી જઈ રાણાને ગાદીએ બેસારજે. નીકર દીઠો ની મેલાં.”

'''*'''

પોરબંદરનું જેના હાથમાં કડે ધડે કારભારૂં, અને જેની અણીશુદ્ધ નીતિની એજન્સીમાં પણ છાપ, એવા ઓતા ગાંધીને તો