લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બહારવટીયા
 


“નાથી ડોશી !” સિપાહીઓ દમદાટી દેવા લાગ્યા, “ભીમો ઘેર આવે છે કે નહિ !”

“ન આવે શા સારૂ ભાઈ ! મારા ઓઢણાનો ખાવંદ છે. મારા ચૂડલાનો પહેરાવતલ છે, ને મારી સંભાળ લેવા કેમ ન આવે ?” નાથીએ ગાવડીને ખંજવાળતાં ખંજવાળતાં નિર્ભય અને મીઠે અવાજે જવાબ દીધો.

“ત્યારે તુ થાણામાં ખબર કેમ નથી દેતી ? ”

“હું શીદ ખબર દઉં !"

“ગેાંડળનો ચોર છે માટે.”

“ગોંડળનો ચોર હશે, પણ મારો તો લખેશરી ખાવંદ છે ને ! જેનો ચોર હોય એનાં બાવડાં ક્યાં ભાંગી ગયાં છે ? ગોતી લ્યે, જો મોઢે મૂછ હોય તો.”

“બરો કરછ, પણ હાથમાં બેડીયું પડશે ! બહુ ફાટ્ય આવી લાગે છે, ખરૂં ને ?”

“બસ ! ભા કુંભોજી ખડ ખાવા બેઠો ? મરદની ઝીંક ઝલાતી નથી એટલે અબળાને માથે જોર કરવું છે ? મારા કાંડામાં કડીયું જડવી છે ? તમે ખીચડીનાં ખાનારા, લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ ! નીકર ઘરવાળીયુંના ચૂડલા ખખડી જાશે. હું જતાણી છું, જાણો છો ?”

“એલા ઝાલીને બાંધી લ્યો એ શુરવીરની પુંછડીને.”

એમ હુકમ થાતાં તો નાથીબાઈએ કછોટો ભીડ્યો. ભેટમાં ઝમૈયો ધબ્યો અને તલવાર ઉપાડી. પોતાની બે નાની દીકરી અને એક દીકરાને લઈને ઓસરીએથી નીચે ઉતરી. જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો “જે દાતાર ! જે જમિયલશા ! ” એવા અવાજ કરતી જતાણી તલવાર વીંજતી પડમાં ઉતરી. ત્રણ મકરાણીઓને જખમી કર્યા. પોતાના કપાળમાં પણ તલવારને ઘા ઝીલ્યો.

અબળાના અંગ ઉપર હાથ ઉપાડવાની જાણ થતાં આખું