પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવો વાળો
૪૩
 


“બહુ સારૂં આપા માણસુર, જાવ મારો કોલ છે. ગુંદાળા માથે ન ચડવાનું હું પાણી મેલું છું.”

માણસુર ધાધલે તો ગુંદાળે જઈને રૂપાળાં ખેારડાં ચણાવ્યાં અને એક જેબલીઆ કાઠીની જમીન પોતાના મંડાણમાં હતી. તે લઈને ખેડવાનું આદર્યું . બાવાવાળાના વેણ માથે એને વિશ્વાસ છે.

પણ બાવાવાળાનો કાળ આવવા બેઠો છે ને ! એટલે જે કાઠીની જમીન માણસુર ધાધલ ખેડવા મંડ્યો એ જ જેબલીઅા કાઠીએ વ્હેતાં મેલ્યાં બાવાવાળાની પાસે જઈને બાવાવાળાને ચડાવ્યો:

“ભણેં આપા બાવાવાળા ! હાલ્ય. ગુંદાળા માથે ત્રાટક દેને. રોગું હેમ પાથર્યું છે. ”

“પણ અાપા, મારાથી જીભ કચરાઈ ગઈ છે. શું કરૂં ?” બાવાવાળાની દાઢ તો સળકી. પણ કોલ ઉથાપવાનો ડર લાગ્યો.

“અાપા બાવાવાળા, બરાબર. તારો કોલ સાચો. એટલે તું માણસુરના લબાચા ચૂંથીશ મા. પણ ગુંદાળામાં તો હેમ પાથર્યું છે, હેમ !”

ધર્મના માર્ગેથી લપસતો જાતો બાવોવાળો લોભાઈને આખરે ગુંદાળા માથે ચડ્યો. આવતાં જ છેટેથી એને માણસુર ધાધલે ભાળ્યો. માણસુરે આધેથી ધા નાખી,

“અરરર બાવાવાળા ! વચન લોધ્યું ! આપા દાનાને લજવ્યો ! કમતીઆ | ડાકણ પણ એક ઘર છોડી દ્યે. તું ઈથી યે ઉતરતો પાકયો ?”

“આપા માણસુર !” ભેાંઠા પડેલ બાવાએ ગેાટા વાળ્યા, “તું તારે તારૂં ઘર સંભાળ્ય, તારૂં રૂંવાડું ય ખાંડુ નહિ કરૂ !”

“હવે બસ કરી જા બાવાવાળા !” માણસૂર ધાધલ તલવાર કાઢીને બહાર નીકળ્યો : “કાઠીના પેટનો થઈને મને