પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


લોળાગળ લાંકાળ ! ગૃંજછ તુ મેાદળને ગઢે,
(ત્યાં તો) સિંહળદિપ સોંઢાળ કંપવા લાગે કવટાઉત !

[હે પાતળી કમરવાળા, માંસના લોળા ગળનારા સાવજ ! હે કવાઉતજીના પુત્ર જેસાજી ! તું જ્યારે જુનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે, ત્યારે પાદશાહ રૂપી સૂંઢાળો ગજરાજ કંપવા લાગે છે.]

"કોઇ અન્નપાણીનું ક્ષુધાર્થી કોઈ ભૂખ્યું ? હોય તો આવી જાજો ભાઈ ! પેલો ભાગ તમારો.”

મધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો અને એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજથી કાંપી ઉઠી. નવરાતના દિવસો ચાલે છે.