પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૭૯
 

જેવા, ઝગતા હતા. બરાબર હાજી માંગરોળીશા પીરની જગ્યા પાસેથી પહેલી ગાડી ચાલી ગઈ. અંદર એક ગોરો ને એક મડમ બેઠાં હોય તેવું દેખાતું હતું. એ ગાડી ગઈ, એની પાછળ બીજી ગાડી નીકળી. નીકળતાં જ હાજી માંગરોળીશાની જગ્યાની આથમણી દિશાના ભાઠોડમાંથી એક આદમી ઉઠ્યો. “ખડા રખો !” એવી કારમી ત્રાડ દીધી. તળપ મારીને, એ પડછંદ આદમી, કબરમાંથી ઉઠેલા પ્રેત જેવો, ગાડીની પગથી પર ચડી આવ્યો. બંદૂક તાકી ઘોડો દબાવે એટલી વાર હતી. ત્રાડ દીધી કે “લેતા જા, શયતાન ઇસ્કાટ સાબ ! ઇણાજ પર તોપ ચલાને વાલા ! હમ જમાદાર કાદરબક્ષ.”

દરમીઆન ગાડીના ભડકેલા ઘોડાઓની લગામે પર પાંચ બુકાનીદારો ચોંટી પડ્યા હતા.

“હમ ઇસ્કાટ નહિ, હમ-” ગાડીમાં એક મડમની જોડાજોડ બેઠેલો ગોરો પુકારી ઉઠ્યો.

“તુમ કોન ?” બહારવટીઆએ પૂછ્યું.

[૧]જેકસન સાબ - ધારી પલ્ટન વાલા.”

“ઇસ્કાટ સાબ કિધર ગયા ?”

“પહેલી ગાડીમેં નીકલ ગયા.”


  1. *આ આખી ઘટનાનો એક સબળ પૂરાવો મળે છે. સને ૧૯૧૦ ના 'સાંજ વર્તમાન' પત્રના પતેતી અંકમાં સ્વ. જસ્ટીસ એફ. સી. ઓ. બીમન (મુંબઈ હાઈકોર્ટ) ને 'Recollections of old days in kathiawar' નામનો લેખ છે. તેમાં એ ન્યાયમૂર્તિ, પૂર્વે પોતે કાઠીઆવાડનાં જ્યુડીશીઅલ આસીસ્ટંટ હતા તે વખતના અનુભવો નોંધતાં લખે છે કે :
    I should like to tell you in detail how Kadir Baksh and his men held up Major Jackson and Elliot of Baroda between Pattan Somnath and Verawal one summer evening, in the belief that they were Kathiawar Politicals, and finding their mistake