પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૮૧
 


“તું – તું ગોરો મને જવાબ દેવા આવીશ ?” કાદુએ કરડાઇભર્યો તિરસ્કાર બતાવ્યો.

“હા, હું અંગ્રેજબચ્ચો છું, માટે જ આવીશ.”

બહારવટીયો જેકસનના સાવઝ સરખા ચહેરા સામે જોઈ રહ્યો. ફરી પૂછ્યું :

“એકલો ?”

“એકલો.”

“બીનહથીઆરે ?"

“બીનહથીઆરે !”

“આંહીથી દોઢ ગાઉ ઉપર: હેરણ નદીમાં ચાંદ ખિતાલની જગ્યા પાસે.”

એટલું કહીને બહારવટીઓ અંધારી રાતની સોડ્યમાં સમાઈ ગયો. ગેબમાંથી પણ એનાં પગલાં બોલતાં હોય, તેમ સ્કૉટની ભયભીત મડમ ચમકતી હતી. થોડીવારે એના જીવમાં જીવ આવ્યો. છાતીવાળો જુવાન જૅકસન જાણે કે બહારવટીયાના મેળાપથી બેવડો હિંમતબાજ બન્યો. એની છાતી પહોળાતી હતી. એણે જઇ સ્કૉટને વાત સંભળાવી. પાંચ જ પગલે સ્કૉટ બચી ગયો.


[૧]

  1. themselves and knew and respected bravery in others, was well entreated of them and allowed. It was on this occasion that Kadir explained to Major Jackson that his enemies loosely aspersed him with willful and unnecessary cruelty. True, he said, I had to cut off ears and noses to make myself feared, butbelieve me Sahib, my heart bleeds when I am forced to it, and I weep. Well, we may believe as much or as little of that as we like, but Kadir was undoubtedly answerable for more than one ugly atrocity which Mhowa (મેાવર સંધવાણી) would never have stooped to.