પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સોરઠી બહારવટીયા : ૩
 

ગીસ્ત લીધી. 'કાદુ બચારા કોણ છે ! હમણાં ગરમાંથી સાંસલો ઝાલે એમ ઝાલી લઉં !” આવાં બોલ બોલીને જેઠસુર નીકળી પડ્યો. ભમતાં ભમતાં ગિરમાં એક નદીને કાંઠે પડાવ નાખ્યો. પ્રભાતને પહોર બગલમાં તલવાર લઈ કળશીએ જવા નીકળ્યો. થોડે આઘેરો નીકળી ગયો. પાછા આવીને નદીમાં હાથ ધોવે છે, ત્યાં એક ફકીર પણ પાણીમાં મ્હોં ધોઈને કાંઠે બેઠો છે. ફકીરે પૂછ્યું કે “દરબાર ક્યાં રે'વું ?”

"રે'વું જોગીદાસની આંબરડી.”

“આવો આવો કસુંબો પીવા.”

આગ્રહ કરીને ફકીરે જેઠસુરને બેસાડ્યો. પોતે ખરલમાં કસુંબો ઘોળવા લાગ્યા. ઘોળતાં ઘોળતાં પૂછ્યું કે “શું નીકળ્યા છો ?”

“આ કાદુડા કાટ્યો છે, તે એને ઝાલવા. મલકમાં કોઈ માટી નથી રહ્યો ખરો ને, તે કાદુ સહુને ડરાવે છે.”

હસીને ફકીરે પૂછ્યું “કાદુ મળે તો શું કરો ? છાતી થર રહે કે ?”

“કેમ ન રહે? હું ખુમાણ છું. પકડી લઉં, ને કાં ઠાર મારૂં.”

“ત્યારે જોઈ લ્યો જેસર ખુમાણ !” એટલું કહીને કાદુએ કફની ઉતારી. અંદર મકરાણીને વશે, પૂરાં હથીઆર સોતે જુવાન જોયો. દાઢી પણ ઉતરી, કરડું મ્હોં દેખ્યું. જેઠસૂરના મુખ ઉપરથી વિભૂતિ ઉડી ગઇ.

“જેઠસુર ખુમાણ ! લે ઝાલી લે મને. હું જ જમાદાર કાદરબક્ષ.”

જેઠસર શું બોલી શકે ? ફાટી આંખે જોઈ રહ્યો. સામે ઘડી બે ઘડીમાં જ મોત હતું. કાદુએ તમંચો તોળીને કહ્યું:

“જેઠસૂર ખુમાણ ! મારું તો આટલી વાર લાગે. પણ તને જોગીદાસના પોતરાને હું કાદુ તો ન મારૂં. માટે ઝટ આંબરડી