પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૧૦૧
 


૧૬

બીજે જ દિવસે મને અને અંબારામભાઈને કરાંચીની જેલમાં લઈ જવામાં આવ્યા. સાથે આવ્યા હતા કરાંચીના ગોરા પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ અને એક સિંધી મુસલમાન પોલીસ અમલદાર. મને કહેવામાં આવ્યું કે અંદરના ચોકમાં ખુનીઓની કોટડીઓ છે ત્યાં બેક આંટા મારો !” મેં બે ચાર આંટા માર્યા હશે ત્યાં તો એક કોટડીમાંથી અવાજ આવ્યો : “હરભાઈ !”

હું એ અવાજ તરફ વળ્યો. કોટડીમાં જોયું તો કાદરબક્ષ બેઠેલો. મેં અગાઉ તો એને લીલો પીળો, તલવાર બંદૂક ને પૂરા સાજવાળો જાયેલો. પણ આજે જોયો કેદીના વેશમાં, પાંજરે સાવઝ પડ્યો હોય તેવા લાગ્યો. મને જોઈને એ ઉભા થયો. મેં કહ્યું “ કાદરબક્ષ, સલામ આલેકુમ !”

એણે કહ્યું “વાલેકુમ સલામ.”

મારાથી બીજું કાંઈ બોલી શકાયું નહિ. દિલ ભરાઈ આવ્યું. તકદીરે આને ક્યાં જાતો પટક્યો હતો ! વ્હેલાંનો એક દિવસ મને યાદ આવી ગયો. હું એને ગામ અમરાપર ગયેલો. અમે ચોરે બેઠા હતા. વાત ચાલતી હતી. ચહા મૂકાયો હતો ને કાદરબક્ષ મીઠી જબાનમાંથી મોતી પડતાં મૂકતો હોય તેવી વાતો કરતો હતો. તેટલામાં એક બુઢો ખખડી ગએલ કારડીયો કાદુને હલકી ગાળો દેતો દેતો ચાલ્યો આવે છે. કાદુએ ઝટ સામી દોટ મુકી કારડીયાને ચુપ થવા વિનવણી કરવા માંડી, તેમ તેમ તો કારડીયો છાપરે ચડ્યો. આ ગાળોની ત્રમઝટ ને વિનવણી જ્યારે પા કલાક ચાલ્યાં, ત્યારે પછી મારી સાથેના પાટણના પટાવાળા અબ્બાસે દોડીને કારડીયાને દમદાટી દીધી કે “એલા આંધળો છો ? આ જમાદાર થપ્પડ મારશે તો મ્હોંમાં દાંત તો નથી પણ માથું જ ફાટી જશે. જેમ જેમ એ નમે છે તેમ તેમ તું ફાટતો જાછ શેનો ?” બેવકુફ કારડીઓ કહે કે “તંઈ એના બળદને કેમ રેઢા મેલે છે. અમારાં