પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
સોરઠી બહારવટીયા : ૩
 

પોતે જાણે કે એ દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ મીંડવ્યા કરતો અને પછી પોતાના જીવતર ઉપર આંખ ફેરવી જતો. બીજી રટતો એક ગઝલની ત્રણ ટુંક :

બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો
હઠાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિ:કાર તેનું છે.
કંઇ ના નામના કીધી, પ્રદેશે કીર્તિ ના લીધી,
નહિ ક્યાંયે તું વખણાણો, જીવ્યું ધિ:કાર તેનું છે.
બને તે સહાય આપીને, પરાયા કષ્ઠ કાપીને
કરી ના અન્યની સેવા, જીવ્યું ધિ:કાર તેનું છે.

આ એની એકની એક વ્હાલી કવિતા હતી. હાલતાં ને ચાલતાં એ રટ્યા કરતો અને અબોલ રહ્યો રહ્યો અંદરથી ઉકળ્યા કરતો.


કાઠીઆણી ! આપણે માથે માછલાં ધોવાય છે.”

કાળો વાળો પોતાનાં દુ:ખ ઘરની ડાહી ઘરનાર પાસે ગાવા બેસતો અને જોગમાયાના અવતાર જેવી આઈ રાઠોડબાઈ અડીખમ બનીને પોતાના પહોળા હૈયામાં એ આપદા સંઘરતી હતી.

“કાઠીઆણી ! રૂ. ૧૪૦૦ રોકડા ફાંટમાં બાંધીને કરેણવાળા પાસેથી આપણી જમીન છોડાવવા ગયો, પણ એને તો હજી ચોમાસાની નીપજ ખાવી'તી. પાડાનાં કાંધ જેવી મારી જમીન પાછી દેવાની એની દાનત ક્યાં હતી ? ત્યાં જઈ અમે ધીંગાણે આવ્યા, કોરટમાં લેવાણા, ફાંટમાં હતા તે ચૌદસો ય રૂપીઆ વકીલ અમલદારૂંમાં ચવાઈ ગયા. ફેંસલો ઘણો ય મારા લાભમાં ઉતર્યો, પણ જમીન છેાડાવું કેમ કરીને ! વળી બીજી જમીન હતી તે ગરમલી વાળાને માંડીને રૂા. ૨૨૦૦ ઉપાડી કરેણ વાળા પાસેથી છોડાવી.