પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬


એ એનું અજેયપણું બતાવે છે. એ રીતે વાઘેરોના બહારવટાંનો મુખ્ય સૂર અંગ્રેજો સામે 'અણનમ મસ્તક'નો હોવાથી કવિઓએ એ ભાવ વધુ જોરથી પકડ્યો :

મૂળુ મૂછે હાથ, બીજો તરવારે તવાં,

હત જો ત્રીજો હાથ, (તો)નર અંગ્રેજ આગળ નમત.

કોઈકોઈ વાર કવિએ કાવ્યની વિલક્ષણ ચમત્કૃતિ પણ મૂકી દીધી:

ચાવ્યો ચવાય નહિ, રાંધ્યો નો રંધાય,
મામદના મુખમાંય થીયો, કાંકરો કવટાઉત.

કવાટજીનો પુત્ર જેસોજી બહારવટીઓ તો મામદશાહ સૂબાના મ્હોમાં જમતાં જમતાં કાંકરો આવી ગયો હોય તેવો જાગ્યો : મુખમાનો કોળીઓ બહાર કઢાવ્યા વિના રહે જ નહિ.

જે સંકલનાબદ્ધ સમગ્ર કથા ચારણ અા દુહામાં ન કથી શક્યો, તે તેણે એક બીજી જ રચના વાટે કથવાનો યત્ન કર્યો છે : એને કહેવાય છે 'ગીત.' એનું 'ગીત' એવું નામ જ જુઠું છે. એ ગવાતું નથી. કેવલ એકધારા સૂરે બોલાય છે, એનો લલકાર લડાયક છે. એનાં વૃત્તો જાંગડું. રાપાખરૂં, સાવઝડુ, સિહચલૂં હરણફાળ આદિ નિરનિરાળાં નામે ઓળખાય છે. જુઓ જોગીદાસના કથા-ગીતનો નમૂનો : [બહારવટીઆ ભા. ૨ : પા. ૭૯]

પડ ચડિયો જે દિ' જોગડો પીઠો
અાકડિયા ખાગે અરડીંગ;
જરદ કસી મરદે અંગ જડિયાં
સમવડિયા અડિયા તરસીંગ.

જુધ કરવા કારણ રણ ઝૂટા
સાંકળ તોડ બછૂટા સિંહ;
માંડે બેધ ખેપ ખુમાણા,
લોહ તણે સર જાણે લીંહ.

એવી ત્રીસ કડીએાનું ગીત : પરંતુ વિષય એક જ : જોગીદાસ રણે ચડ્યો : બીજા કાઠીઓએ દગાથી એને સોપી દીધો : ને વજેસંગજી ઠાકોરે એને માફી દીધી : બસ. બહારવટીઆના બહુરંગી જીવન-પ્રસંગો ક્યાંયે ન આવ્યા, કારણ, ચારણી રચનાનો એ હેતુ વિગતો આપવાનો