પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

નહોતો, પણ એક જ ભાવના ઉઠાવી શબ્દગૂંથણી વડે સ્તુતિની, શૈાર્યની, કરુણતાની અસર નીપજાવવાનો જ હતો. હવે લઈએ વાઘેરોનુ ચારણી ગીત : [એ અપ્રસિદ્ધ છે: 'રણ-ગીતો' નામે સંગ્રહમાં છપાશે.]

મેળે ભોમીયા હેથાટ, જોધે દ્વારકા લહેવા મારે
સલાહેક કીધી સોડ સાંગાણી સકાજ;
ગાયકવાડકા, થાણા મારી લીજે ગઢ ગ્રાસ,
રાહો રાણા જાણે એમ ઘરે કીજેં રાજ.

[સંખ્યાબંધ ભોમીઆ ભેળા કરી, મારી ઝૂડીને દ્વારકા જીતવા માટે જોધાએ મસ્લતો કરી. ગાયકવાડનું થાણું નષ્ટ કરીને ગઢગરાસ લઈ લેશું, ને મેાટા રાયરાણી જાણે તેમ આપણું રાજ ઘેર કરશું. (એવા મનસૂબા બાધ્યા.)]

જોધા એસા વીધા, મૂળુ, સમૈયા ને ૨વા જકે
ભાંજણા મેંગળા જૂથ શાદુળ ભુજાળઃ
માણેક માપહિંહરા, કોપીઆ દખ્ખણી માથે
લડન્તા ભારથે માંડે ફાળસું લાંકાળ.

[જોધો, વીઘો, મૂળુ. સમૈયો ને રવો વગેરે હાથીના જૂથને ભાગે તેવા ભુજાળા શાર્દુલો. માપ માણેકના વંશજો. દક્ષિણીઓ પર કોપી ઉઠ્યા. ]

હલકારે સેન ભારે પડક્કારે કીધી હલ્લાં,
સીડિયાં માંડિયાં કિલ્લે ચડી આયા સૂર;
પ્રોળવાળાં ત્રોડ તાળાં, દરવાજા ખોલે પરા
પટાળા જોધાકા, અાયા લોહ વાળા પૂર.

[ભારી સૈન્ય હલકારાપડકારા કરીને હલ્લો કર્યો. સીડીઓ માંડીને શૂરા કિલ્લે ચડી આવ્યા. પરોળના તાળા તોડ્યાં. દરવાજા ખોલ્યા. પટાધર જોધાનું સૈન્ય લોઢાના રસના પૂર જેવું આવી પહોંચ્યું.]

પછી યુદ્ધનું નિત્યના વપરાતા શબ્દોમાં વર્ણન થયું . અને ઘટના આગળ ચાલી:

કોટ છોડી ભાગા એમ દખણીકા કારકૂન,

સાહેબ અબૂલા આગે ફર્યાદી સુણાય;