પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બહારવટીયા : ૩
 

એવો આ કનડો ડુંગરો: સોરઠની શુરવીર પદ્મણી હોથલ એક દિવસ 'એકલ મલ' બની ને બાપનું વેર વાળવા બાંભણીઆ બાદશા ઉપર આંહીથી ચડી હતી. બાપની મરણ-સજાઇ માથે આપેલા બોલ-કોલ પળાય નહિ ત્યાં સુધી પરણવું નહિ, એવાં વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને આંહી કનડે આવી પુરૂષના વેશ ઉતાર્યા હતા. વાંભ વાંભ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નહાવા પડેલી, તે તળાવડીની મૂળ જગ્યા પણ આ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે. જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી–

ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,
વિછાઈ બેઠી વાર, પાણી મથ્થે પદમણી !

એ જ આ શંખાસર તળાવડીની પૂરાયેલી જગ્યાઃ અને એ જ આ ડુંગરો, જ્યાં છેવટે લુંબઝુંબ વનરાઈને આંગણે

રણમેં કીધો માંડવો, બિછાઈ દાડમ ધ્રાખ,
ઓઢો હોથલ પરણીજે, સૂરજ ! પૂરજેં સાખ.

દાડમ અને દ્રાક્ષના એ વલ–વળુંભ્યા માંડવામાં ઓઢાના ને હોથલના હથેવાળા મળ્યા, સોરઠની શૂરી સુંદરી ને કચ્છના વંકા મર્દ વચ્ચે છેડાછેડી બંધાણી, અને ઈશ્વરની જમણી આંખ જેવા સૂરજે એ પરણેતરમાં સાક્ષી પૂરી. એ જ શું આ કનડો ! ને એ જ શું આ સૂરજ ! ઓઢા હોથલનાં ભોંયરાં આજ કોઈ વખંભર વનસ્પતિમાં અદીઠ થયાં બોલાય છે. માલધારીઓ માલ ચારતા ચારતા એવી એક વનરાઈ-ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે, ત્યારે એ કોતરના ઉંડાણમાંથી પારેવાંના ઘૂઘવાટા સાંભળીને તેઓના કાન ચમકે છે. ત્યાં કાઈક ઉંડું નવાણું હોવું જોઈએ: કાંઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું હશે : આવી આવી કલ્પના અડાવતા ગોવાળો કનડામાં ભમે છે. કઠીઆરાંનાં જોડલાં કરમઠીઆં વીણતાં વીણતાં માંહોમાંહે વાત કરે છે કે “હોથલ