પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


Sorathi Baharvatiya 3 - Pic 4.jpg
૨. ગીગો મહીયો

ર તરફ વળતી ઘોડીઓ ઝપાટે પંથ કાપવા લાગી. રૂપાવરણી રાતને શીળે પહોરે વનરાઈ જંગલી ચમેલીની સુગંધે મહેકતી હતી. એ ડુંગર, એ રણસ્થળ ને એ ખાંભીઓને પાછળ મેલીને અસ્વારો આઘેરા નીકળી ગયા. કતલની ધણેણાટી, હત્યાની કરૂણા અને શૂરાનાં મુંગાં સમર્પણનું વાતાવરણ વાંસે રહી ગયું હતું. અદાવતનાં ઝેર નીતારી નાખે એવી

અગર ચંદણ રાત
ચાંદા પૂનમ રાત
ચાંદલિયો ક્યારે ઉગશે !
તારોડિયો ક્યારે ઉગશે !

એ ગીત માંહેલી ચંદન–છાંટી રાત હતી. મહીયા અસ્વારે બીડી ઝેગવી એટલે મહેમાન સમજ્યા કે મહીયો નવા તોરમાં દાખલ થઈ ગયો છે. એટલે મહેમાને વાત ઉચ્ચારી કે તમારો “ગીગો મહીયો બારવટે ચડ્યો હતો તેની શી હકીકત છે, કહેશો ?”

“ગીગો [૧]મકો ને ? કણેરી ગામનો ગીગો ને ? હા, હા, ગીગો તો મકરાણીઓનો મોટો કાળ : મકરાણી મલક આખાને ધમરોળે,


  1. ** મહીયાની એક શાખ.