પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૪૧
 

ખેડુતો ગામમાં દોડયા, પોતાના જમીનદાર વીસામણ ખુમાણ પાસે જઈ ચીસ પાડી કે “હે બાપુ ! વાડીમાં છાંટોય પાણી ન મળે !"

"શું થયુ ?"

“કો'ક કાઠી આવ્યો'તો, અમે એનાં ગધેડાંને પાણી પાવા ન દીધું. એણે આપા ગોરખાને કૂવે પાણી પાયું. અટાણે ત્યાં વાડી છલકાય છે. ”

વીસામણ ખુમાણે તપાસ કરી. ખબર પડી કે એ કાઠી તો આપો દાનો : આપો દાનો ગામમાં રાત રહ્યા છે. વીસામણે આપાને પગે જઈ હાથ નાખ્યા: પોકાર કર્યો કે “એ બાપા ! તમારી ગા ! મારી સાતકોસી ઉપર કાળો કેર ગુજર્યો. મારા છોકરાં રઝળ્યાં."

“ભણેં બાપ વીસામણ ! હું કાણું કરાં ! ઈ કૂવો જ ખેાટો છે.”

આજ પણ એ સાતકેાસી વાડીનો ગંજાવર કૂવો ભાડ થઈને જ પડયો છે. અને ગોરખા ખુમાણની વાડી સાતકોસી બની છે.

(૭)

ણે ગોર ! બાપ હવે આ બેય રાજગર છોરડ મોટા થઉ ગા ! અને હવે યાને નાતમાં લઉ લ્યો તો માળે માથેથો. ભાર ઉતરે. નીકર બચારા છેારડાને કેાઇ દીકરી નૈ દ્યે.”

“પણ બાપુ ! જગ્યાનો રોટલો ખાઇને ઇ તો વટલ્યા કહેવાય.”

“ ના ના, ભણેં બાપ ! મેં યાની દેહ નસેં વટલાવી. હિંદુસ્તાની સાધુને બામણીયે રસોડે જ યાને અમે જમાડતા. હુ ઠાકરની સાખે ભણતો સાં.”