પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભીંસાનાં ભાંગેલ, ભાંભળ જળ ભાવે નહિ, ધૈર્યને લઈને ઘૂને, સેંજળ પીંયે, સૂરના ! [8] [હે સૂરના ! ભેંસોએ અંદર પડીને ડોળી નાખેલું અને પોતાનાં મળમૂત્રથી ફિક્કું કરી નાખેલું પાણી મારા પ્રેમ-ઘોડલાને ભાવતું નથી. માટે તું જો ઊંડા પાણીના જળાશયમાં પીવડાવ, તો સંતોષથી છલોછલ પી શકાય. ભાવ એ છે કે કૌઈ હલકા પુરુષનો સ્નેહ મારે નથી જોઈતો.] કાંઉ કુઘર કરાં, કુદરે મન કોળે નહિ; એથી તો ઉંઘરા, (અમે) સોના સરખાં, સૂરના ! [9] [શા માટે હું કુડા માણસની સાથે ઘર કરું? સંસાર જોડું? શા માટે પરણવાને ખાતર જ ગમે ત્યાં પરણી લઉં ? મારું દિલ મારા ખરા જોડીદાર વિના ખીલતું નથી. એ કરતાં તો ઘરસંસાર વિનાનું જીવન જ મારે મન સોના સરખું છે.] [10] મારું મન કુંજ પક્ષીની માફક આકાશે ચડીને આક્રંદ કરે છે. આખા ભૂમિ-મંડળ પર મારી આંખ ભમી વળી, પણ મારો હેમિયા રૂપી હંસ નથી દેખાતો.] ઊંચું આભ ચડી, કરલાય મન કુંજાં જેમ, ભોં મંડળ ભમી, હંસ ન ભાળું, હેમિયો ! 4 ૩. વિવાહ સદાને માટે તૂટ્યાની જાણ થયા પછીની હતાશા કેસરિયા કરેલ, વાઘા વેત્રાવેલ રિયા, પીઠીઆળે પંä, હાથથી ગિયો હેમિયો. [11] [લગ્નને માટે સીવડાવીને કેસરી રંગમાં રંગાવેલા પોશાક પણ પડ્યા રહ્યા, કેમ કે એ પહેરીને પરણવાનો હતો તે હેમિયો તો પીળા પીઠી-લેપ વડે મર્કેલે શરીરે જ છટકી ગયો; એટલે કે બરાબર વિવાહની ઘડીએ જ ચાલ્યો ગયો.] 1 ભીંસાં = ભેંસો 2 ડોળી નાખેલ. 3 [12] ગિર-જંગલની વનરાઈ લાલ લાલ ગૂંઘ વડે હૂંબીઝૂંબી રહી, પણ આ પાકેલ ળ ઉતારીને ઉપયોગ ન કરી શકાયો. પાકી કેરીઓથી આંબો લચી રહ્યો હતો, પણ હે સૂરના ! હું તો લાલચમાં ને લાલચમાં ટાંપી રહી. ફ્ળો ખવાયાં નહીં. આંહીં પોતાના અણમાણ્યા યૌવનનો ભાવ છે. ગર પાકી ગુંદીએ, વનફળ વેડ્યાં નૈ, આટકતે આંબે, સાધ્રાળુ રિયાં, સૂરના ! ખારાશવાળું. પાઠાન્તર: ચીજું ન ચખાણી’. સોરઠી ગીતકથાઓ

491

૪૯૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૧