પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

2. પ્રેમીજન આવતો અટક્યો તે કદાચ બીજાના દબાણથી, શિખવણીથી, પ્રેમિકાની પરજ્ઞાતિને કારણે અથવા કોઈએ એને વિશે ઊભા કરેલા કશા વહેમને લીધે હશે. આમ માનીને સંદેશા કહાવે છે, પ્રેમનું તત્ત્વ ચર્ચે છે ભારે ઝીલે ભાર, હળવાં વાયેથી હલે, દોખી બોલે દાવ, સાંભળીએં નૈ સૂરના ! (4) [હે સૂર ભેડા આહીરના દીકરા ! જે ઝાડ (આંબા જેવાં) પોતે જ ભારવાળાં ને તોલાર હોય છે, તે જ બીજાનો બોજો સહન કરી શકે છે; ને જે ઝાડ પોતે જ હલકાં હોય છે, તે તો થોડા પવનના ઝપાટાથી પણ હલી જાય છે; એટલે કે ગંભીર અને સમર્થ મનુષ્યો જ નિંદા- તિરસ્કારના બોજા ઉઠાવી શકે છે. માટે, હે સમર્થ પુરુષ ! આપણા દુશ્મનો આપણી બદનામી કરે છે, તેને તું કાન દેતો નહિ.] ઘેરા મળે ઘણા, રણવગડે રોઝાં તણા; (પણ) મરગાંસું મેળા, સરજેલા નૈ સૂરના ! [5] [હે સૂરના પુત્ર ! કમઅક્કલ રોઝડાં પશુઓનાં તો ટોળેટોળાં જંગલમાં મળે છે, પણ સાચાં મૃગલાંનો મેળાપ તો ભાગ્યમાં સર્જાયો હોય તો જ થઈ શકે છે. તારા સરીખા ગુણિયલ માનવીની પ્રાપ્તિ પણ એવી વિરલ છે.] કડ્સ લગ પે'રી કાછ, મેરામણ જોયો મથી, લાધે સંખલા લાખ, છીપે રિયો તું સૂરના ! [6] [હે સૂરના પુત્ર ! કેડ્સ સુધીનો કછોટો ભીડીને હું સંસારરૂપી સમુદ્રની અંદર શોધી વળી, મારા હાથમાં લાખો માનવ-શંખલા આવ્યા, પણ તુજ સમ સાચું માનવ-મોતી તો છીપમાં સંતાઈ રહ્યું ! એ છીપ મારા હાથમાં આવી નહીં.] ખાડે ને ખાબોચિયે, પોકાર્યો પીવે નૈ, ઘેર્યન' લઈ ઘૂમે, સેંજળ પીવે, સૂરના [7] [હે સૂરના ! તારો જાતવંત આતમ-ઘોડલો, તું એને ચાહે તેટલો પોકારીશ, ‘બાપો ! બાપો !' કરીશ, તો પણ એ ખાડાખાબોચિયાનાં છીછરાં નીર નહીં પીવે. એને તો ઊંડા પાણીના ઘૂનામાં લઈ જઈને ઊભો રાખીશ, તો જ એ છલોછલ પીશે, તૃપ્તિ પામશે. ભાવ એ છે કે ખાડાખાબોચિયા સમાં છીછરાં ને મલિન પ્રેમપાત્રોમાં નહીં, પણ ઘૂના જેવાં ઊંડા ગંભીર માનવીની પ્રીતિમાં જ આત્માની તરસ છીપી શકે.] · ઘોડાને પાણી પાવા જળાશય પર લઈ જવો તે ક્રિયાને ઘોડો ઘેરવો' કહે છે. 490

લોકગીત સંચય

૪૯૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૦