પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

' ખાધી તું વિણ ખાંડ, હેમિયા ! હૈયારણ થઈ; (હવે) વછૂટશે વધ જાણ ! (જે દિ') ખાશું ઘા ખોરણ તણા [13] પ્રેમીજનથી તરછોડાયેલી સ્ત્રી કહે છે: “ઓ હેમિયા ! તારા વિના તો મેં કદી ઉપભોગ માણ્યા નથી. એક વાર તારા વિના ખાંડ ખાધી હતી, તેનો પણ હૈયામાં, છાતીમાં ભાર રહ્યો હતો. ને એ છાતીમાં રહેલો ડૂચો તો હવે જે દિવસ સ્મશાનમાં મારું મુરદુ સળગતું હશે ને વાંસડાના પ્રહારો ખાઈ રહ્યું હશે, તે દિવસ જ છાતીએથી છૂટશે. મારો જે આવો સ્નેહ, તેની સામે તેં કેવી બેવફાઈ બતાવી છે !! હીરાગળ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂણીએં, (પણ) કાળજ ફાટ્યું કોય, (એનો) સાંધો ન મળે સૂરના ! [14] [હીરાગળ નામનું કપડું ફાટી ગયું હોય, તો તો એને દોરા વતી તુંનીને (સીવીને) એનું છિદ્ર પૂરી દઈ શકાય, પણ કલેજામાં પડેલી ચિરાડને તો સાંધી શકાતી જ નથી, હે સૂરના પુત્ર !] ભાણું ભાંગ્યું હોય, (એને) રેણ દઈને રાખીએ, (પણ) કરમ ફૂટ્યું કોય, એનો સાંધો ન મળે સૂરના ! [15] [એ જ રીતે ધાતુનું વાસણ ભાંગી જાય તો રેણ કરીને એને સમારી શકાય છે. પણ કિસ્મત ફૂટે તો તેને માટે કોઈ રેણકામનો ઇલાજ નથી, હે સૂરના પુત્ર !J લાગી હત જો લા, (તો) આડાં ફરી ઓલવત, (પણ) દલડે લાગેલ દા, ડુંગર હડેડ્યો, હેમિયા ! [16] [હે હેમિયા ! જો બહારના જગતમાં આગ લાગી હોત તો આડાં પડીને બુઝાવી શકાત, પરંતુ આ તો અંતઃકરણની અંદરનો ડુંગર સળગી ઊઠ્યો છે !] 2 કાચ લપટ્યો હોય. 492 રાતુંને રંગે, ભમતી હું કૂવા ભરું, નેણાંને નીરે, સાયર છલિયા સૂરના ! [17] [હે સૂરના પુત્ર ! રાત્રીએ રડી રડીને હું આંસુના કૂવા ભરી રી છું, મારાં નયનોનાં નીર થકી હવે તો સાગર છલકાય છે ! અતિશય રુદનનો ભાવ વ્યક્ત થયો છે.] પાઠાન્તર : ખાધી તો પણ ખાંડ, હેમિયા હૈયારણ, હવે વશટશે વધુ જાણ, (જે દિ') ખીચ્યું ઘા ખોટણ તા.

લોકગીત સંચય

૪૯૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૨