11 મારૂ – ઢોલો એક રણવાસી અને બીજું પાડવાસી, એવાં બે પ્રેમીઓની આ વાર્તા છે. મારવાડ દેશના જેસલમીર રાજની અને સિંધ દેશની વચ્ચે થળપારકરનું વિશાળ ગાઢું રણ પડવું પડયું સળગે છે. એક દિવસ એ મરુભૂમિના કોઈ ગામડાનો ઠાકોર પોતાની ઠકરાણી સાથે સોરઠમાં જાત્રાએ નીકળ્યો. એના ગામનું નામ એક દોહામાં પીંગળગઢ બોલાયું છે અને એ ઠાકોરને એક દુહો પીંગળરાવ કહી ઓળખાવે છે. જાત્રાનું ધામ દુહામાં નથી જડતું, પણ લોકવાણી પ્રભાસપાટણ ભાખે છે. મનુભૂમિનાં એ બે વાસીઓ સોરઠના આથમણા કિનારાની હરિયાળી ભોમમાં ઊતરે છે અને બીજાં બે જાત્રાળુઓ સાથે મેળાપ કરે છે. એ પણ પતિ-પત્ની છે. દોહામાં પતિનું નળરાજ એવું નામ અપાયું છે. એના ગઢગામડાનો ઉલ્લેખ નથી મળતો. ચારેય જાત્રાળુઓ સોમનાથના એ તીર્થધામમાં, સાગરની પાળે, કોઈ ઘટાદાર પારસ-પીપળાને છાંયડે ચોપાટ રમ્યાં. ભાઈબંધી જામી પડી. ચાર ઉપરાંત બીજા પણ બે જીવ માતાના પેટમાં સૂતાં સૂતાં એ મિત્રતાની લહેર પામી રહ્યાં હતાં. બંને ઠકરાણીઓનાં ઉદરમાં ઓધાન હતાં. રણનાં બે વાસીઓ એ લીલુડી કંઠાળ ભોમમાં લાંબો સમય ઠહેરી ગયાં. દોસ્તીમાં જડાયેલાં જીવને વતન જવું ગમતું નહોતું. બંને ઠકરાણીઓને પ્રસવ થયો. રણકાંઠાની રહેનારીને દીકરી જન્મી; પહાડની વસનારીને પુત્ર આવ્યો. બાળકો પા૨ણે રમતાં હતાં. જોડી બરાબર મળી જતી હતી. બંનેના વેવિશાળ કરી, બોલ બોલી, ગોળ ખાઈ, માવતર વિખૂટાં પડ્યાં. મરુભોમનાં વાસીઓ પારકર વટાવીને પોતાને ગઢગામડે ઊતરી ગયાં. પછી તો ઘણાં વર્ષો વીત્યાં. કારમો કાળ વર્તો, સોરઠમાં દીકરાનાં માબાપ મરી ગયાં. મરુદેશની કન્યાનાં માવતરના પણ દેહ પડ્યાં. છેટાંની વાટ, પારણાંના વેવિશાળની કોઈને પૂરી ખબર પણ નહીં, ટપાલ-ખેપિયાનો વ્યવહાર ન મળે; એટલે જૂનો સંબંધ ઘસાઈ- ભૂંસાઈને લુપ્ત થઈ ગયો. સોરઠી ભોમનો જુવાન બેટો ઢોલો સગાસંબંધીઓના ગોઠવેલા લગ્નશંસલામાં પડી ગયો. એની ધણ(સ્ત્રી)નું નામ માલવણ ; ઢોલાને એના બાળવિવાહ લોકગીત સંચય
504