પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢોલા તુંથી ઢોર ભલ, (જે) ચરે જંગલો ઘાસ; દન ઊગી દન આથમે, કરે ઘરાંરી' આશ. [8] [ઓ ઢોલા ! તારાથી તો પશુઓ પણ સારાં; જંગલમાં જઈને તેઓ ફક્ત ઘાસ જ ચરે છે, છતાં દિવસ ઊગીને સાંજ પડે, તે વેળા તો એ ઘાસ ચરનારાં પશુઓને પણ ઘેર આવવાની, પોતાનાં વાછરું-પાડરુંને મળવાની ઉમેદ થાય છે.] પીળી પાંખરા પોપટા ! જઈ ઢોલાને કેહ; મારૂ મન ઊંચું કર્યું, છાંયા કાંઉ ને દેહ ! [9] [ઓ પીળી પાંખના પોપટ ! તું ઢોલાને જઈને કહેજે, કે તેં મારૂનું મન અધીરું કરી મૂક્યું છે. તું મને તારી છાંયડી કાં નથી દેતો મત તું બોલે મોરલા ! ઊડી મ બેસ ખજૂર; થાને જળથળ ટૂકડો, માને વાલ્યમ દૂર. [10] ખજૂરીના ઝાડ પર બેસીને ટહુકાર કરતાં મોરને મારૂ કહે છેઃ ‘ઓ મોર ! તું ખજૂર ૫૨ બેસીને બોલ નહીં. તું શીદ પુકાર કરે છે? તારે તો જળનુ સ્થાન નજીક છે; પણ મારે મારો પ્રિયતમ ઘણો દૂર છે. તારા ટહુકાર થકી તું મને એ પ્રિયની યાદ વધુ વેદના-ભરી કરી ૩. ઢોલાને મારૂ વિશે જાણ ચારણ, ભાટો, ૐ ૐ મુસાફરો મારૂના દેશમાંથી ફરતા ફરતા ઢોલાને ગામ આવે છે. મારૂ અને ઢોલા વચ્ચેના વિસરાયેલા બાળવિવાહની જાણ કરાવે છે. મારૂનાં શીલ, તપ અને તલખાટ કેવાં તીવ્ર છે, તેનું ભાન આપે છે. ઢોલાના અંતરમાં પ્રીતિનો ઉદય થાય છે, એ પ્રીતિમાં વધુ રસ પૂરવા માટે પ્રવાસીઓ મારૂનાં રૂપની સ્તુતિ કરે છેઃ મારૂ એસી પાતળી, જેસી રાણ ખજૂર; થોડાબોલી ઘણચવી, (તેને) કેમ વિસારી દૂર ! [11] મારૂ શરીરે કેવી પાતળી છે ! ખજૂરી અને રાયણના ઝાડ જેવી એવી સુડોળ, થોડું બોલનારી અને ઘણું ચાવનારી (ઊંડો વિચાર કરનારી) ગુણિયલ સ્ત્રીને તેં શા માટે વિસારી છે, ઓ ઢોલા !] 1 ઘરોની. 1 આવો જ દોહો બીજી એક કથામાં છે : કોયલ સરવે સાદડે માઝમ રાત મ ઝૂર ! તારે આંબા ટૂકડા, મારે દેશળ દૂર સોરઠી ગીતકથાઓ

507

૫૦૭
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૦૭