પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

, તું કહે છે કે મારે હવે બીજા કોઈ ઉ૫૨ મન ઢોળવું ! ના, ના, એ તો કેમ બને ? તું બીજો થયો, પણ હું સ્ત્રી કેમ નીચી ઊતરું? 530 આંબેથી ઊઠ્ય, બાવળ મન બેસે નહીં, કાંઉ કણ ખૂટ્યું, બીડ ખાવાનું બાનરા ! [12] [મારું મન-પંખી અત્યાર સુધી આંબાના મૉર, મંજરી અને શાખો ખાનારું, તે હવે આંબાડાળ્યેથી ઊડીને બાવળના ઝાડ પર નહીં બેસી શકે. ઓ બાના ! અન્નના દાણા ઘરમાં ખૂટી ગયે, બીડ (ઘાસના કણ) શીદ ખાવાં ? શી રીતે ખાઈ શકાય ? અનાજ આરોગનારને બીડ ઘાસનાં બીયાં ભાવે જ શી રીતે ?J આંબેથી ઊડેલ, બાવળ મન બેસે નહીં, ચંદણથી ચૂકેલ, વન કોઈ વિસામો નહીં. [13] [સ્વાદિષ્ટ આંબા પરથી ઊડેલું પક્ષીનું દિલ બાવળના ઝાડ પર કેમ જંપે ? સુગંધથી ચંદન- વૃક્ષથી વિખૂટા પડેલા પંખીને વનમાં ક્યાંયે વિસામો નથી મળતો.] કાઠા કેળવતે, કળથીએ મન કોળ્યું નહીં, કાંઉ કણ ખૂટ્ય બીડ ખાવું, બાનરા? [14] [કાઠા ઘઉંને કેળવીને સુંવાળી રોટલી ખાનારનું મન કળથી જેવા કુચાળા ધાન્ય ઉપર શી રીતે ઠરે ? અનાજ ખૂટતાં હવે બીડનાં બીયાં ખાવાં કેમ ગમે ? તારા ૫૨ની ઊંચી પ્રીત ત્યજીને બીજા પુરુષ પર કેમ દિલ ઠરે, ઓ બાનરા !] ટાઢ્યું ને તડકા, લૂ અમને લાગેલ નૈ; વાંસા વળી ગયા, બેવડ થઈ ગ્યાં, બાનરા ! [હે બાના ! તારી શોધમાં ચાલી ચાલીને ટાઢ ને આવા તાપ, આવો ઊનો પવન કદીયે નહોતો લાગ્યો. [15] બરડા બેવડા વળી ગયા. અમને આવી બેઠલ બઢ્ય ગાળી, સંસા જીં' સંકેલો કરે; ઉથડકના ઊઠે, બાનરસી ! બીવું પડ્યું. [16] [સસલાની જેમ અંગો સંકોડીનું હું મારી વિશ્વાસરૂપી બખોલ ખોદી તેમાં લપાઈ બેઠી હતી. એમાંથી ઓ બાનરા, તેં મને ઓચિંતાની ન સંભળાવીને ફફડાવી મૂકી.] સંસા જીં: સસલા જેમ. કોઈ વખૂટલ વા'ણ, સંઘ આરો સૂઝે નહીં, મધદરિયે મેરાણ ! બારે બૂડ્યાં, બાનરા ! [17]

લોકગીત સંચય

૫૩૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૩૦