પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પોષ મહિનાની પ્રીત જાણ્યું કરશે જેઠવો; રાણા ! રાખો રીત, બોલ દઈ બરડા-ધણી ! [17] મેં તો જાણેલું કે છેવટે પોષ મહિનામાં તો જેઠવા-પુત્ર પ્રીતિ કરશે. તે બરડા ડુંગરના રાજા, કોલ દીધા પછી હવે ઓ સજ્જન બનો ! માહ મહિના માંય ઢોલ ત્રંબાળુ ધ્રુસકે; લગન ચોખાં લે આવ ! વધાવું, વેણુના ધણી ! [18] માહ મહિનામાં વિવાહની ઋતુ હોવાથી ઢોલનગારાં વાગે છે. માટે હે વેણુ ડુંગરના ધણી મેહ ! તુંયે જો શુભ તિથિની લગ્ન કંકોત્રી મોકલ તો હું વધાવી લઉં.] ફાગણ મહિને ફૂલ, કેસૂડાં કોળ્યાં ઘણાં; (એનાં) મોંઘા કરજો મૂલ, આવીને આભપરા-ધણી ! [19] [ાગણ મહિને કેસૂડાં વગેરેનાં ઘણાં ફૂલો ખીલ્યાં છે. પરંતુ હે આભપરાના રાજા ! તમે આવીને એ ફૂલોનાં મૂલ્ય મોંઘા કરો. (અત્યારે તો એ મારે મન નકામાં છે.)] ચૈતરમાં ચત માંય કોળામણ વળે કારમી, (એની) ઊલટ ઘણી અંગ માંય, આવો આભપરા-ધણી ! [20] [હે ડોલ૨-પુરુષ સમા પ્રીતમ ! ચૈત્ર મહિને આવો દગો ન દઈએ. હવે તો હોંશેથી આ વિયોગિનીની સાર લેવા આવ ! [ચૈત્ર માસમાં બહારની વનસ્પતિની માફક મારા ચિત્તની અંદર પણ નવી ઊર્મિઓની વસમી કૂંપળો ફૂટે છે. એ ઋતુનો ઉલ્લાસ મારા અંગમાં ઉભરાય છે. માટે હે આભપરાના ધણી ! તમે આવો.] વૈશાખે? વન માંય આંબે સાખું ઊતરે, તમ વ્હોણી કરમાય, વિજોગે વેણુના ધણી ! [21] [વૈશાખમાં આંબા ૫૨થી કેરીની શાખો પડે છે, પરંતુ હે વેણુના સ્વામી ! તારા વિયોગમાં એ ફળો સુકાઈ જાય છે. કોઈ એનો ખાનાર નથી.] · પ્રાન્તર: ચૈતર માસે છેહ ડોલરિયા ! દઈએ નહિ, ખાંતે ખબરું લે ! વિજોગણની વેણુ-ધણી ! · પાઠાન્તર: વૈશાખ મહિના માંય આંબા રાખ્યું ઊતરે,

સાખું ટૈ સરઘર, વેડો વીણોઈના ધણી !

સોરઠી ગીતકથાઓ
૪૩૯