પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જેઠ વસો જાય, ધ૨ સૂકી ધોરી તણી, પૂછલ' પોરા ખાય, જીવન વિનાના જેઠવા ! [22] [જેઠ મહિનો એટલો વસમો જાય છે કે બળદનાં કાંધ (ગરદન) સૂકાઈ ગયાં. નિશ્ચેતન થઈ ગયેલાં, પૂંછડે પડેલાં એ પશુઓ વિસામા ખાતાં ખાતાં હળે ખેંચે છે. મારા અંતઃકરણની પણ એ બળદો જેવી લાચાર હાલત બની જાય છે.)] અષાઢ કોરાડો ઊતર્યો, મૈયલ પતળ્યો મે, દલને ટાઢક દે ! જીવન લાંભે’ જેઠવા ! [23] [અષાઢ પણ કોરો જ પૂરો થયો. મે (વરસાદ અથવા મેહ જેઠવો) તો ઠગારો નીવડ્યો. હે જેઠવા, થોડોક વરસીને પણ મારા દિલને ઠંડક દે, તો જીવન થોડું અવલંબી રહે.] શ્રાવણ મહિનો સાબદો, જેમ તેમ કાઢ્યો જે, તમ વણ મરશું, મે ! ભેળાં રાખો ભાણના ! [24] [આખો શ્રાવણ મહિનો પણ વૃષ્ટિ વિના માંડ માંડ કાઢ્યો. હવે તો તમારા વિના અમે મરી જશું. હે ભાણ જેઠવાના પુત્ર ! મને તમારી સાથે રાખો ! હાથી પૂછલ્યો હોય, (એને) કેમ કરી ઉઠાડીએ ! જેઠવા, વિચારી જોય, ભાદરવો જાય, ભાણના ! [25] [આ તો ભાદરવો પણ કોરો જાય છે. હે જેઠવા ! બીજાં નાનાં પશુ પૂછલ્યાં (ચેતનહીન) હોય તેને તો હરકોઈ ઉપાયે ઉઠાડીએ, પણ હાથી જેવું મોટું પશુ પણ જ્યારે આવી અનાવૃષ્ટિને પરિણામે ડૂકી જાય છે, ત્યારે એને કેમ કરીને બેઠો કરવો ? ધ્વનિ એ છે કે પૂછલેલ હાથી જેવી લાચાર ગતિ મારા બળવાન પ્રેમીની બની ગઈ છે.] આસો મહિનાની અમે, રાણા ! લાલચ રાખીએ, ત્રોડિયું સર્યું તમે, જીવ્યું નો જાય, જેઠવા ! [26] [હે મેહ ! હજુ આસો માસમાં પણ અમે તમારી આશા રાખેલી છે, પણ તમે એ (સ્નેહ- જળની) સરવાણીઓ તોડી નાખી. હવે મારાથી જીવાશે નહીં.] મા તણાવ તું મેહ ! તારાં વેઠ્યા નહિ વરતીએ; (એક) સગપણ ને સ્નેહ તારા તાણ્યે તૂટશે. [27] [હે મેહ ! તું હવે વધુ લંબાવ. તારું દુઃખ સહતાં સહતાં તો અમારાથી વર્ષ નહીં ઊતરી શકાય. જગતના સ્નેહસંબંધો એક તારા તણાવવા થકી જ તૂટશે.] પશુ તાકાત ગુમાવીને લથડી પડે એને પૂંછડે પડ્યું' અથવા પૂછલી ગયું' કહે છે. 2 અવલંબે. 440

લોકગીત સંચય

૪૪૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૦