પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

2. શેણીના પિતાની શરત પૂરી કરવા વિજાણંદની વિદાયઃ શેણીની વર્ષભર વાટપ્રતીક્ષા વર્ષને અંતે નિરાશાઃ હિમાલય તરફ ગમન જંતર ઝાલ્યું હાથ, ભાંચવિયે ભાંગતી રાતનું, સમદર લે સંગાથ, વાઢેલ શઢ વિજાણંદે. [ભાંચવિયા શાખાના ચારણ વિજાણંદે એક દિવસ જામતી રાત્રિએ પોતાનું જંતર હાથમાં લીધું, અને એ જ્યારે બજાવવા લાગ્યો ત્યારે જાણે કે સ્નેહના સમુદ્રમાં શેણીને ખેંચતી જઈને પછી હૃદયનૌકાના શઢ ચીરી નાખ્યા. એટલે કે શેણીનું હૃદય-નાવ એ સંગીતને હિલ્લોળે હિલ્લોળે સ્નેહસાગરમાં ઘસડાઈ, સંયમ ારી, તોફાને ચડી ગયું.. વિજાણંદ હાલી નીકળ્યો, પોઠીડા પલાણે', ડાબો થાને ગણે(શ)! (તો) વિજાણંદ પાછો વળે. [5] પોતાના પોઠિયા (બળદ) ૫૨ પોતાની ચીજવસ્તુઓ લાદીને વિજાણંદ ચાલી નીકળ્યો. શેણી જંગલના તેતરને કહે છે કે ‘હે ગણેશ ! તું વિજાણંદને આડે ઊડીને ડાબી બાજુ ઊતરી જા ને ! તો વિજાણંદ અપશુકન થયું સમજીને એકવાર પાછો વળી આવે.] 450 હરણાં તારી ડોકમાં ઘડાવું ઘૂઘરમાળ, સોને મઢાવું શીંગડી, વિજાણંદ ! પાછો વાળ્ય ! વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી; (એક) વિજાણંદને કારણે શેણી સુકાણી ! [7] [એક વર્ષની અવધિ કરી હતી તે વર્ષ પાછું વળ્યું, વાદળાં પણ ગયે વર્ષે જતાં રહેલાં તે પાછાં વળ્યાં. સમય અને મેહ, બંનેના પ્રવાસ પૂરા થયા. મેહને પુનર્મિલને પૃથ્વી લીલૂડી બની ગઈ. પરંતુ તેઓની જ સાથે ગયેલો પ્રવાસી વિજાણંદ પાછો ન આવ્યો. તેથી જગતભરમાં એક શેણી જ સુકાઈ ગઈ ! આ દોહો બતાવે છે કે વિજાણંદ બરાબર આષાઢ બેસતાં નવાંદરી ભેંસો લેવા ઊપડ્યો હશે... [6] ચડ ટીંબા, ચડ ટેકરી, ચડ ગુંદાળી’ ધાર ! ઓઝત ! ઉછાળો લઈ વિજાણંદ પાછો વાળ ! [8] [ગોરવિયાળી ગામના પાદરમાં ઓઝત નદીને કાંઠે ઊભેલી શેણી કહે છે: ‘ઓ ઓઝત ! · અસલ ચારણો પોઠિયા (બળદ)ને વાહન તરીકે વાપરતા. ૐ તેતર પક્ષીને ગ્રામ્ય શકુનોની પરિભાષામાં ‘ગણેશ' કહે છે. પ્રવાસને આરંભે તેતર ડાબી બાજુ ઊતરે તો અમંગલ શુકન સમજી પ્રવાસી પાછો વળી જતો. · ટેકરીનું નામ ' નદીનું નામ

લોકગીત સંચય

૪૫૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૦