પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચાવતી ખેંચતી હશે એમ સમજી રાણાએ ભેંસને આવે શબ્દે ડચકારી હૈડે, માવડી !' પછી તો કુંવર પ્રગટ થઈ. પરંતુ રાણાએ એને અજાણ્યે અજાણ્ય ‘માવડી’ કહી દીધેલી તેથી ત્યાર પછી રાણાએ કુંવરને જીવનભર મા-બહેન કરીને જ રાખી હતી ! [કથા માટે જુઓ ‘સૌરાષ્ટ્રની રસધાર', ભાગ 5] 1. કુંવરનું સૌંદર્ય જંગલમાં ઢોર ચારતો ચારતો રાણો પોતાની પ્રેમિકાને વિશે આવા કાલાઘેલા ઉદ્ગારો ગાયા કરે છેઃ કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય, (એનું) કરવું ડગ નો ચાતરે, કુંવર ચાભાડચ કે'વાય. [1] [કાળી નાગણી જેવું એના રૂપનું ઝેર છે. જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે, તે એક ડગલું પણ ભરી શકે નહીં. એને વશ થઈ જાય. એવી કુંવર, સાખે ચાભાડી (ચભાડ આહીરની પુત્રી) કહેવાય છે.] બાળે બીજાની હાલ્ય, હલબલતાં ડગલાં ભરે, હંસલા જેવી હાલ્ય હોય કોટાળી કુંવરની. [2] [બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ઢંગ વગરનાં ડગલાં ભરતી હોય છે. પણ મારી કોટાળી કુંવર તો હંસગતિએ ચાલે છે.] બાળે બીજાના વાળ, ઓડચેથી ઊંચા રિયા, ચોટો ચોસરિયાળ, કસ્રથી હેઠો કુંવરને. [3] આગ ઊઠો બીજી સ્ત્રીઓનાં માથાંમાં, જેના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવા જીંથરકા (નાના) હોય છે અને મારી કુંવરના માથા પર તો જુઓ! ચાર સેર્યો પાડીને ગૂંથેલો એનો ચોટલો છેક કમ્મરથી પણ નીચે ઢળકતો શોભે છે.] બાળે બીજાની આંખ્ય, ચુંચીયું ને બુંચીયું, મૃગના જેવી આંખ્ય, હોય કોટાળી કુંવરની બાળે બીજાનાં ઉ૨, હાલે ને હચબર્ચ, અણિયાળા એ ઉ૨, હોય કોટાળી કુંવરનાં. [4] [5] [બાળજો બીજી સ્ત્રીઓનાં સ્તન, કે જે ઢીલાં પોચાં પડીને હલબલે છે. મારી કુંવરની સ્તન તો તંદુરસ્તીને લીધે કઠણ અને અણીદાર રહ્યાં છે.] સોરઠી ગીતકથાઓ

457

૪૫૭
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૭