પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધામ છૂટી ગયું, ને હું હવે એ કાળની મોખરે, શિકારીની આગળ નિરાધાર સસલો દોડે તેમ દોડી રહ્યો છું.] દલને ડામણ દે, ઉભલ ઊંટ વારે, રીયું રાખ્યું છે પાદર તારે, પોરસા ! [9] મારા દિલને જાણે કે હવે ડામણ (બેડી) પડી છે. પગે ડામણ દઈને ટોળાથી વિખૂટા પાડેલા ઊંટની માફક એ એકાકી ઊભેલું છે. અને હે પોરસા ! એવા વિખૂટા પડેલા ઊંટની માફક મારું બંદીવાન અંતઃકરણ તારે પાદર એકલ દામાં ઊભું ઊભું પોકાર કરે છે. વિયોગી દિલને ઊંટની ઉપમા આપવાનું કારણ એ છે કે મનુષ્ય કરતાં પશુનો, અને તેમાં પણ ઊંટનો ‘હર્ડ- ઇસ્ટીક્ટ’ (સમૂહ-સ્નેહ) એટલો બધો પ્રબળ છે કે ઊંટોના આખા ટોળામાંથી એક ઊંટને વિખૂટું પાડીને જ્યારે માલધારીઓ એને પગે બંધ બાંધી રોકી લે છે, ત્યારે એ એકાકી ઊંટ ઊભું ઊભું, સાંભળનાર સર્વ કોઈનાં હૃદય ભેદાય તેવું આક્રંદ કરે છે, અને એની આંખોમાં તે વેળા ચોધાર આંસુ ચાલતાં હોય છે. જાણકા૨ માલધારીઓએ કહેલી આ કથા છે.] કૂવાને કાંઠે દલ મારું ડોકાય; (પણ) જોયે તરસ્યું ન જાય, પીધા વિણની, પોરસા ! [10] [તરસ્યો માનવી કૂવાને કાંઠે ઊભો રહી પાણીમાં ડોકિયાં કરે, તેથી એની તરસ કદી છીપતી નથી. તેવી રીતે, હે પોરસા વાળા, મારું હ્રદય તરસે વલવલતું, એ પ્રિયાના સ્મરણરૂપી કૂવામાં ડોકિયાં કરે છે, પરંતુ એનાં રૂપગુણનાં નીરને પીવાનો વખત તો હવે ચાલ્યો ગયો.] બાવળ ને ઝાડ જ બિયાં વાધે નીર વન્યા, (પણ) કેળ્યું કોળે ના પાણી વણની, પોરસા ! [11] હે પોરસા વાળા ! બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. તેવી રીતે અનેક જોરાવર હૃદયના માનવી પ્રેમજળ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર શી રીતે જીવું ?] વવારીએઁ વાળા, તળિયે ટાઢક જોય, (પણ) કેળ્યું કૉળે ના, (કે'દિ') પાણી વણની, પોરસા ! [12] [હે પોરસા દરબાર ! તું કહે છે કે હું ફરી વાર પરણું. મારા સ્નેહરૂપી ઝાડને તું કોઈ ટાઢું પાણીવાળું તળ જોઈને – એટલે કે કોઈ સ્નેહભર્યું પાત્ર જોઈને રોપવા માગે છે, પણ હે બાપ ! મારો સ્નેહ તો કેળના રોપ સરીખો કોમળ છે. એને ઉપરથી પાણી પાયા વિના કોળાવી નહીં શકાય. એને તો મરનાર ચારણીનું જ કૂપજળ પીવા જોઈએ.] તરસ્યાં જાય તળાવ (ત્યાં તો) સરોવ૨ સૂકે ગયાં; અનિક ઓલાય પીધા વિણની, પોરસા ! સોરઠી ગીતકથાઓ [13]

469

૪૬૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૯