પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

8 પીઠાત – વેજલ - કામળિયા શાખના આહીરોનો જ્યાં વસવાટ છે, તે પ્રદેશને કામળિયાવાડ કહે છે. એ રસાળ કામળિયાવાડના ઊજળ નામે ગામડામાં ભોજો નામે બહાદુર કામળિયો આહીર ૨હે; અને જૂનાગઢ નજીકના સોરઠ પ્રદેશમાં માળિયા (હાટીના) નામે ગામમાં પીઠાત નામનો એક હાટી કોમનો જોરાવર ન૨ રહે. ભોજો અને પીઠાત બંને ગરાસદાર : નામાંકિત : જાતે જુદા, છતાં વીરતાએ કરી એકબીજાના દિલોજાન ભાઈબંધો દૂર રહેતા, તેથી મળવાનો અવસર બહુ આવતો નહીં. એક દિવસે ભોજો ઘેરે નહીં, ને તેના ગામને પાદર થઈ પીઠાત હાટી મુસાફરીમાં નીકળ્યો છે. પીઠાતે ખબર પુછાવ્યા, પણ ભાઈબંધ ઘેર ન હોવાથી રોકાયા વગર ચાલી નીકળ્યો. ભોજા કામળિયાની સ્ત્રી વેજીએ આ સમાચાર સાંભળતાં જ પીઠાત હાટીની પાછળ ઘોડાં દોડાવ્યાં, કાવ્યું કે મારો આહીર ઘેર નથી, પણ ભરથારનો ભાઈબંધ રોટલા ખાધા વિના કેમ જઈ શકે ?” પાછો વાળીને પીઠાતને રાત રોક્યો. મીઠી મહેમાની કરી. વળતે દિવસ પીઠાત વિદાય થયો. ભોજો કામળિયો મુસાફરીથી ઘેર આવ્યો, ત્યારે વેજીએ પીઠાત આવ્યાની વાત કરી. ધણીની પાસે ધણીના ભાઈબંધનાં વખાણ પણ કર્યાં. રાત પડી. ભોજો અને વેજી સૂઈ ગયાં. વેજી તો ભરનિંદ્રામાં પડી, પણ ભોજાની ઊંઘ ઊડી ગઈ હતી. એને અંદેશો પડ્યો છે કેમ કે પોતાની રૂપાળી સ્ત્રીએ એક પરપુરુષનાં ગુણગાન કર્યાં છે. વળી એ પુરુષ પોતાની ગેરહાજરીમાં આવીને રહી ગયો છે. તે જ વખતે, એની બાજુમાં જ સૂતેલી વેજી ભરનિંદ્રામાં બોલી ઊઠી વાહ પીઠાત ! વાહ પીઠાત ! વાહ પીઠાત !' સાંભળીને ભોજો ઢોલિયા ઉપરથી નીચે ઊતરી ગયો. પગનો અંગૂઠો ખેંચીને એણે વેજીને જગાડી કહ્યું કે, ‘‘વેજી, એ ઢોલિયો ત્રણ જણાંનો ભાર ખમી શકશે નહીં.’’ વેજીએ મર્મવચન સમજી નહીં. પૂછ્યું, “ભોજા, ત્રીજું કોણ દીઠું ?’ ભોજો કહે કે “પીઠાત હાટી : સ્વપ્નામાંય તું જેને ઝંખી રહી છે તે ભાઈબંધ. હવે તો તું ત્યાં જ શોભીશ : માળિયાને લોકગીત સંચય

482

૪૮૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૨