પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વેજી પોતાનાં માણસોને કહે છે કે આજ મારા ગામના પાદરમાંથી પીઠાત ઘટી જેવો મહેમાન મહેમાની વિના ચાલ્યો જાય છે. પીઠાત તો અમારા પ્રાણતુલ્ય છે, અમારા શરીરની નાડી સમાન સંબંધી છે. માટે એને રોકો. 3. હેલ્પ લઈને વેજીનું પીઠાત-ઘેર જવું ઉજળમાંથી આવતી, વાટે ન કરી વેલ્ય, હાટી ઉતાર હેલ્થ, (નીક૨) પગથી નીસર, પીઠિયા ! [3] [હૈ પીઠાત ! હું છેક ઊજળ ગામથી પગપાળી ચાલી આવું છું, મેં રસ્તામાં કશું વાહન નહોતું રાખ્યું. આટલી વેદના વેઠીને આવું છું, કેમ કે તારી સ્ત્રી બનવું છે. માટે હૈ ઘટી ! કાં તો મારું બેડું ઉતરાવીને મને સ્વીકારી લે, નહીં તો તું ભીરુ, નામર્દ છે એવું કબૂલ કરીને મારા પગ નીચેથી નીકળી જા !! ગ૨ બાધી ગોતી કરી, (મેં) સીંધી સીસોદરા ! તોંથી ત્રોવર ઓરા, પરા ન ભાળ્યા, પીઠિયા ! [4] [હે સિસોદિયા ક્ષત્રિય ! હું આખી ગિરમાં શોધી વળી, પણ તારાથી વધુ નજીક બીજું એક પણ તરુવર-છાયાનું સ્થાન મેં દીઠું નહીં.] કામળિયા હાટી કહાં, તવીએં બેને તડાં, મસાણથી મડાં, પાછાં નો જાય, પીઠિયા ! [5] [હે પીઠાત ! હું તો કામળિયાને અને હાટીને, બંનેને સરખાં જ મર્દ ને ખાનદાન કુળ સમજું છું. એટલે ભોજાની સ્ત્રી મટી તારી થવામાં મને હીણપ નથી. ને હવે શું હું તારી સમજાવી પાછી વળીશ ? ના ના, મસાણમાં આવેલાં મુડદાં પાછાં ન જાય, તેમ તારો સંકલ્પ કરીને આવેલી વેજલ પણ તને તજીને પાછી નહીં જાય.] 486 કાંકરિયાળા કોટ, પીઠા ! તેં કૈંક પાલટ્યા, ગડગડિયાળા ગઢ, વસમા છે વેજી તણા. [6] [ને હે પીઠાત ! મને સંઘરવામાં તારા ઉપર મહાન શત્રુ ઊભો થાય છે તે પણ સમજી લેજે. તેં શૂરવીરે અત્યાર સુધી કેટલાયે શત્રુઓને ઉથલાવ્યા, પણ તે બધા તો નાની કાંકરીઓના ચણેલા કોટ જેવાં, જ્યારે આ ભોજો કામળિયો તો મોટા ગડગડિયા પથ્થરોના કિલ્લા જેવો ભયંકર છે ! ઘાઘરીઆળો ઘેર વસમો છે વેજી તણો' એવો જે પાઠ લેવાય છે. તે કદાચ કાળાન્તરે લોકરુચિમાં સં હીનતા આવતાં યોજાતો થયો હોવાનો સંભવ –

લોકગીત સંચય

૪૮૬
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૬