લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૮૯)
<poem>

અને તેાએ ભાર ઉર તણું સમારાધન ખરૂં, સ્થિતિ સર્વે સાચી, પણ ફરજનું બંધન ખરૂં ! અધીરી આજ્ઞાઓ પળ-વિપળ દોડે પ્રકટતી, શકે માપી જેવા હૃદયરસસિંધુ ઉલટતી.

વ્યથા મારી એ તો રજ સમ છતાં પર્વત સમી, અને તારી પીડા ગિરિ સમ છતાં પર્વત સમી; અરેરે ! અન્યાયે, વિષમ નયને નિત્ય નિરખી ! તથાપિ પ્રીતિના પુનિત પગથી ના લવ ચળી !

અનેરી ઈચ્છાઓ પ્રતિદિન પ્રસંગે પ્રકટતી, પરંતુ એ મારા હૃદય ભણી નિત્યે નિરખતી; વિના યત્ને સાધી કઠિનતર તું સંયમ શકી, વિના યોગાભ્યાસે ઉર વિલસતો યેાગ ઉતરી.

કદી ક્રૂરાઘાતે હૃદય ધૃતિ-સીમા ત્યજી જતું, પડીને એકાંતે અબળ બની નિઃશબ્દ રડતું; પરંતુ એમાં એ નહિ પ્રણયની ઉણપ કશી, અને ઉંડી ચિંતા મુજ કુશળની તો ઘડી ઘડી.

અરે ! એ વૃત્તિનો, પુનિતતર દૈવી પ્રણયનો, અમૂલ આત્માને, રસભરિત ભોળા હૃદયનો; ક્યા યત્ને વાળું ઉપકૃતિ તણે કૈંક બદલો ? વળે શા વ્યાપારે શિર પર ચડેલું ઋણ અહો?