લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૯૦)
<poem>

સ્તુતિના શબ્દોથી અભિલષિતના પૂરણ થકી, હજારે હારોથી, પ્રતિપ્રણયના વર્ષણ થકી; સદાની સેવાથી ગુણકથન કેરા કવનથી, કરોડો આભારો, નહિ ઉર થકી જાય ઉતરી.

પુનર્જન્મે પૂજું ગૃહિણી બની તારા હૃદયને, ઉમંગે આરાધું નવલ રસથી નિત્ય તુજને; અને આ આત્માને તુજ ચરણ પાસે ધરી રહું, વ્યથા સર્વે વાળી મુજ હૃદય માંહે ભરી રહું !

પરંતુ એ આશા અવર ભવની કેમ ઉચરૂં ? અરે ! શાને તારા વિમળ ઉરનું વંચન કરૂં? અહીં ને અત્યારે સકળ મુજ સ્વામિત્વ વીસરૂં, અભેદે આત્માના, ઉભય ઉરમાં ઐકય પ્રકટું.

તપોનું, તીર્થોનું, સુર સકળનું ને પ્રભુ તણું, કળાનું. વિદ્યાનું, પરમપદનું, સત્યપ્રણયનું; શ્રુતિનું, ભક્તિનું તુજ હૃદય આવાહન કરૂં, રમી એમાં રંગે ભવ-જલધિતરે જઈ વસું.