લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૧૦)
<poem>

સ્થિત્યન્તર

( કવ્વાલી. )

હજારો દિવ્ય વૃક્ષોની થતી શીળી શિરે છાયા, વિલસતાં અંકમાં આવી સદા સ્વાદુ ફળો મોંઘાં.

ગ્રજનથી ઢોળતી વાયુ રહી રંભા નિકટ નિત્યે. મયુરી માલતી દેતી સુગન્ધિ પુષ્પની મીતે.

નવલ પત્રાંબરે મુગ્ધા છુપાવી અંગ સોનેરી, વિખેરી પુષ્પ પોતાનાં વધાવી વેલિઓ લેતી.

સલૂણી આમ્રની શાખા મનોહર મંજરી દેતી! નચાવી અંગ આનંદે રીઝવવા ચિત્તથી ચ્હાતી.

ચડી માકંદને માથે સુભાગી કેાકિલા ગાતી, કદાચિત નાચતો ગાતો કલાપી દિવ્ય કેકાથી

સમીપે સ્વર્ધુની શીળા શીકરથી શીતતા દેતી, કટાક્ષે પદ્મપત્રોમાં વસી પદ્માલયા જોતી.

કુસુમકલિકા તણા ભોળા હૃદયની સ્નેહમય વાતો, રસીલો ડોલતો વાયુ કદી કર્ણે રહી કે'તો.

તરૂની ડાળીમાં પેસી રવિ રમતો અને જોતો, કદી કરથી જરા સ્પશીં અનેરી ચેતના દેતો.